રાજયમાં પેટાચૂંટણી યોજવા ભાજપ-કોંગ્રેસની માંગ

11 August 2020 11:29 AM
Ahmedabad Gujarat Politics
  • રાજયમાં પેટાચૂંટણી યોજવા ભાજપ-કોંગ્રેસની માંગ

કોરોના સંક્રમણની સાથે તકેદારીથી ચૂંટણી યોજાઈ શકે છે: બન્ને રાજકીય પક્ષોએ પંચને જણાવ્યું: ચૂંટણી એ બંધારણીય પ્રક્રિયા છે: દલીલ

રાજકોટ: ગુજરાતમાં કોરોના સંક્રમણનો કામ હજુ ચાલુ જ રહ્યો છે અને જન્માષ્ટમી જેવા તહેવારો પણ વાયરસના કારણે ઘરમાં જ બનાવવા માટે ખુદ સરકાર સલાહ આપે છે તે સમયે ભાજપ અને કોંગ્રેસ પક્ષે રાજયમાં જે આઠ ધારાસભા બેઠકોની પેટાચૂંટણીઓ યોજાવાની છે તે મુલત્વી નહી રાખવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી છે.

રાજયમાં અગાઉ ભાજપ સાથે જોડાવા અને રાજયસભા ચૂંટણીમાં ભાજપને ત્રણ બેઠકોમાં જીત મળે તે સુનિશ્ચિત કરવા કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ વિધાનસભા સભ્યપદેથી રાજીનામા આપ્યા હતા અને હવે તેમાંથી મોટાભાગના ભાજપની ટિકીટ પર ફરી ચૂંટણી લડવા જઈ રહ્યા છે જે ચૂંટણી બંધારણીય આવશ્યકતા મુજબ 15 સપ્ટેમ્બર સુધીમાં યોજવી જરૂરી છે. જો કે કોરોના સંક્રમણની સ્થિતિ જોતા આ ચૂંટણી મુલત્વી રાખી શકાય છે. ચૂંટણી પંચ આ ઉપરાંત ઓકટો-નવે.માં બિહાર ધારાસભાની ચૂંટણીની પણ ચિંતા કરવાની છે.

વિધાનસભા-લોકસભાની બેઠકોની અને પેટાચૂંટણીઓ જે અગાઉ તા.8 સપ્ટે. સુધી કરવાની જરૂરી હતી તે મુલત્વી રહી છે પણ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે વિધાનસભા પેટાચૂંટણી તમામ યોગ્ય તકેદારી સાથે યોજવાની આવશ્યકતા દર્શાવશે. ભાજપ પણ ચૂંટણી મુલત્વી રાખવાના પક્ષમાં નથી તેવું જણાવ્યું હતું.

તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ચૂંટણી પંચને એક પત્ર લખીને પેટાચૂંટણીમાં નિયત સમયમાં યોજવા માટેની માંગણી કરી છે અને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે અમારી પાસે સૂચનો માંગ્યા હતા અને અમોએ ચૂંટણી યોજી શકાય તેવી તકેદારી સાથે તમામ તૈયારીઓ થવી જોઈએ તેવું મંતવ્ય વ્યક્ત કર્યુ છે.


Related News

Loading...
Advertisement