સેલીબ્રીટીના અણધાર્યા મોતથી ચાહકોમાં વધી રહેલાં તણાવ

11 August 2020 11:01 AM
Entertainment India
  • સેલીબ્રીટીના અણધાર્યા મોતથી ચાહકોમાં વધી રહેલાં તણાવ

ડિપ્રેશનમાં હોય તેમને સેલીબ્રીટીના આપઘાતના સમાચારો વધુ વ્યતિત કરે છે: મનોચીકીત્સક

મુંબઈ તા.11
વર્ષ 2020ની શરુઆતથી જ દુનિયા અનેક સમસ્યાઓથી ઘેરાઈ છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે મોટાભાગના લોકો તણાવનો સામનો કરી રહ્યા છે તો મનોરંજન ઉદ્યોગમાં અનેક કલાકારોનાં અચાનક નિધનથી ગમગીની વ્યાપપી છે.

ટીવીમાંથી ફીલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક પોતાની જગ્યા બનાવનાર સુશાંતસિંહ રાજપૂત તથા ઈરફાનખાન, ઋષિકપુર, સરોજખાન, વાજીદખાન સહીત અનેક કલાકારોએ દુનિયામાંથી વિદાય લીધી છે. અમુક બિમારીને કારણે તો અમુકે આપઘાત કરી જીંદગી ટુંકાવી હતી.

કલાકારોની અણધારી વિદાય તો બીજી બાજુ મીડીયા કવરેજ, સોશ્યલ મીડીયા પર થતાં આરોપો- પ્રતિઆરોપોને પગલે અન્ય કલાકારોના દિમાગ પર જ નહીં સામાન્ય લોકોના દિમાગ પર પણ ઘેરી અસર પડી છે.

‘કોઈના મૃત્યુના સમાચાર તેમાં પણ અવારનવાર આવતાં સેલીબ્રીટીનાં મૃત્યુના સમાચાર કોઈને પણ ચિંતાગ્રસ્ત કરવા માટે પુરતા છે. જયારે કોઈ જાણીતા કલાકાર અને તેની અસ્તવ્યસ્ત જીંદગી વિશે માલુમ પડે છે ત્યારે જો તેમની સાથે આવું થયું તો આપણી સાથે શું થશે? તેવો પ્રશ્ર્ન થાય તે સ્વાભાવિક છે.’

સૌમ્યા ટંડને મીડીયાને ‘કોર્ટરૂમ બેટલ’ સાથે સરખાવી હતી જેમાં રેટીંગ માટે જુદી જુદી થિયરી ચલાવવામાં આવતી હોય છે. દરેક ચેનલ પર અલગ અલગ મથાળા હેઠળ એક જ વિષય પર ચર્ચા કરવામાં આવતી હોય છે. કોઈને જ સત્યની ખબર હોતી નથી.

મનોચીકીત્સક ડો. હરિષ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ‘જે લોકો પોતાને નુકશાન પહોંચાડવાની એટલે કે આત્મઘાતી પગલું ભરવાની તૈયારીમાં હોય તેમને સેલીબ્રીટીનાં આપઘાતના સમાચારો પુરા પાડે છે.’


Related News

Loading...
Advertisement