લાલ સિંહ ચઢ્ઢા હવે 2021ની ક્રિસમસમાં રિલીઝ કરાશે

11 August 2020 10:35 AM
Entertainment India
  • લાલ સિંહ ચઢ્ઢા હવે 2021ની ક્રિસમસમાં રિલીઝ કરાશે

મુંબઇ
લાલ સિંહ ચઢ્ઢા 2021ની ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં આમિર ખાન, કરીના કપૂર ખાન અને મોના સિંહ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની હતી.1994માં આવેલી હોલીવુડની ફોરેસ્ટ ગમ્પ ની આ હિન્દી રીમેક છે જેને અદ્વૈત ચંદન ડિરેકટ કરી રહયો છે. આમિર ખાન અને વાયાકોમ 18 સાથે મળીને એને પ્રોડયુસ કરી રહયા છે.

લોકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ અટકડી પડયું હતુ. તાજેતરમાં જ આમિર ખાન તુર્કીમાં આ ફિલ્મનું શૂટિંગ કરવા પહોંચ્યો છે. ટ્વિટર પર ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે આમિર ખાન, કરીના કપૂર ખાનની લાલ સિંહ ચઢ્ઢા ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. ફિલ્મ 2021 ની ક્રિસમસમાં રિલીઝ થવાની છે. ડિરેકટર અદ્વૈત ચંદન છે.આમિર ખાન, કિરણ રાવ અને વાયાકોમ 18 પ્રોયુસ કરશે.


Related News

Loading...
Advertisement