કોંગ્રેસમાં હાલ સોનિયા રાજ જ રહેશે : જવાબ પાઠવી દેવાયો

10 August 2020 05:58 PM
India Politics
  • કોંગ્રેસમાં હાલ સોનિયા રાજ જ રહેશે : જવાબ પાઠવી દેવાયો

જે રીતે કોંગ્રેસ પક્ષ સતત રાજકીય માર ખાઈ રહ્યો છે તે જોતા ગઇકાલે જ પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરુરે પક્ષને એક પૂર્ણકાલીન અને સક્ષમ પ્રમુખની આવસ્યકતા દર્શાવી હતી. શશી થરુરની માંગણીના 24 કલાક પૂર્વે જ કોંગ્રેસ પક્ષે સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી યોગ્ય પ્રક્રિયાથી પક્ષને નવા ચૂંટાયેલા પ્રમુખ ન મળે ત્યાં સુધી સોનિયા ગાંધી કાર્યકારી પ્રમુખ તરીકે ચાલુ રહેશે. આમ હાલ પક્ષે નવા પ્રમુખની ચિંતા ન કરવા સંદેશો આપી દીધો છે. બીજી તરફ સૂત્રો એવું માને છે કે હવે રાહુલ ગાંધીથી તેના ટેકેદારો પણ થાક્યા છે. અગાઉ શશી થરુર સહિતના અનેક નેતાઓ રાહુલને પ્રમુખ બનાવાની તરફેણમાં હતા પરંતુ હવે જે રીતે થરુરના શબ્દો આવ્યા છે તે જોતા તેઓએ ગાંધી કુટુંબની બહાર પ્રમુખપદ જાય તેવી માગણીનો સંકેત આપી દીધો છે. જો કે કોંગ્રેસમાં એ પણ પ્રશ્ર્ન છે કે યોગ્ય પ્રક્રિયા એટલે શું પક્ષને તે કરતાં રોકે છે કોણ તે પ્રશ્ન છે.


Related News

Loading...
Advertisement