#HBDMaheshBabu : 6 કરોડથી વધુ ટ્વીટ કરી ફેન્સે રચ્યો વિશ્વ રેકોર્ડ

10 August 2020 10:53 AM
Entertainment
  • #HBDMaheshBabu : 6 કરોડથી વધુ ટ્વીટ કરી ફેન્સે રચ્યો વિશ્વ રેકોર્ડ

અભિનેતા મહેશ બાબુના જન્મદિવસે સેલિબ્રિટીથી લઈને તેમના ૧.૨૮ લાખથી વધુ ફેન્સે ટ્વીટર પર શુભેચ્છાઓ વરસાવી

મુંબઈ : ગઇકાલે સાઉથનો સુપરસ્ટાર અભિનેતા મહેશ બાબુનો ૪૫મો જન્મદિવસ હતો. ૯ તારીખના રાત્રીના ૧૨ વાગ્યાથી #HBDMaheshBabu ટ્વીટર પર ટ્રેડિંગ થયું.

કોરોનાની મહામારી ચાલતી હોવાથી થોડા દિવસો પૂર્વે અભિનેતાએ તેમના સર્વે ફેન્સને સોશ્યલ મીડિયા દ્વારા અપીલ કરી હતી કે કોઈ કેક કટિંગ માટે, રેલી કાઢીને કે અન્ય કોઈ રીતે એકત્રિત ન થાય. તો આ વખતે તેના તમામ ચાહકોએ સોશ્યલ મીડિયા પર શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો.

સાઉથના સુપરસ્ટાર જેમકે ચિરંજીવી થી લઇ કોમન મેન સુધી તમામ લોકોના ટ્વીટ થઈને ૬.૨ કરોડ ટ્વીટ થી એક વિશ્વ રેકોર્ડ થયો છે. ૧.૨૮ લાખ ટ્વીટર એકાઉન્ટ્સ થકી ૬ કરોડ થી વધુ લોકોએ ટ્વીટ કર્યા.


Related News

Loading...
Advertisement