મારી તબિયત હવે સારી છે : સંજય દત્ત

10 August 2020 10:41 AM
Entertainment
  • મારી તબિયત હવે સારી છે : સંજય દત્ત

સંજય દતનું કહેવું છે કે તે હવે સ્વસ્થ છે. શનિવારે રાતે તેને છાતીમાં દુખાવો થતાં અને શ્વાસ લેવાની તકલીફ પડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને કોરોનાની રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવી હતી જેમાં તે નેગેટિવ આવ્યો હતો. તેને લીલાવતી હોસ્પિટલની નોન-કોરોના આઇસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યો છે.

આ વિશે સંજય દતે ટ્વીટ કર્યું હતું કે હું દરેકને જણાવવા માગું છું કે હું પહેલાં કરતાં સારો છું. હું હાલમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ છું અને મારો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડોકટર્સ, નર્સ અને લીલાવતી હોસ્પિટલના સ્ટાફની મદદ અને કેરથી હું એક-બે દિવસમાં ઘરે જતો રહીશ. તમારી પ્રાર્થના અને શુભેચ્છા માટે આભાર.


Related News

Loading...
Advertisement