Ahmedabad : મોલ સામે મનપાનું કડક વલણ : આલ્ફા વન બાદ વધુ એક મોલને લાગ્યું સીલ

09 August 2020 11:46 PM
Ahmedabad Gujarat
  • Ahmedabad : મોલ સામે મનપાનું કડક વલણ : આલ્ફા વન બાદ વધુ એક મોલને લાગ્યું સીલ

કોરોના મહામારીમાં બેદરકારી દાખવી નિયમ ભંગ કરનાર સેન્ટ્રલ મોલ સામે AMCએ કાર્યવાહી કરી

અમદાવાદ:
અમદાવાદમાં કોરોના કેસો ઘટી રહ્યા છે. એક સમયે વુહાન જેવી સ્થિતિ થઈ રહી હતી ત્યારે જ સરકારે ધ્યાન કેન્દ્રિત કરી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાની કડક કામગીરી પણ કોરોનાને કન્ટ્રોલમાં લેવામાં ખૂબ જ ઉપયોગી નીવડી છે. આજે પણ મનપા તંત્રનું આકરું વલણ યથાવત છે. બેદરકારી દાખવતા મોલ્સ સામે મનપાનું વલણ સ્પષ્ટ છે, તંત્ર કોઈ પણ ભલામણ વગર સિધુ સીલ લગાવે છે. અગાઉ શહેરના જાણીતા અલ્ફા વન મોલને સીલ કર્યું હતું ત્યારે આજે વધુ એક મોલને સીલ લાગ્યું છે. કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા સેન્ટ્રલ મોલ સામે સીલની કાર્યવાહી કરાઈ છે.

તંત્રની સૂચના મુજબ હવે મોલના તમામ સ્ટાફનો ટેસ્ટ થશે, સમગ્ર મોલ ડિસઇમ્ફેક્ટ કરાશે. મેઇન્ટનન્સ અને હાઉસ કિપીંગ સિવાયના કોઇપણ વ્યક્તિને મોલમાં પ્રવેશ પર પાબંધી, કોવિડ 19ના નિયમોનો ભંગ હવે પછી ભવિષ્યમાં નહીં થાય તેવી બાહેંધરી અંગેની લેખિત જાણ કરવી પડશે.

…..
મોલ સંચાલકોને મનપાની નોટિસ

AMCના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે દ્વારા આંબાવાડી વિસ્તારના પંચવટી ચાર રસ્તા પાસે આવેલા સેન્ટ્રલ મોલના સંચાલકોને ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, હાલમાં કોરોન્સ મહામારી ફેલાતી રોકવા સરકાર દ્વારા વારંવાર માર્ગદર્શિકા તેમજ નિયમો જાહેર કરાતા રહ્યા છે. પરંતુ આપના ધંધાના સ્થળે નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું માલુમ પડ્યું છે, આથી આપના યુનિટને સીલ મારવામાં આવે છે. વધુમાં નોટિસમાં લખાયું છે કે, લગાવેલ સીલ સક્ષમ સત્તાધીશોની મંજૂરી વગર ખોલવું, ખોલાવવું કે છેડછાડ કરવી એ કાનૂની ગુનો બને છે જો તેમ થશે તો એપેડેમીક એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement