હારશે કોરોના, જીતશે ગુજરાત : સતત ત્રીજા દિવસે સાજા થયેલ દર્દીઓની સંખ્યા નવા પોઝિટિવ કેસ કરતા વધુ

09 August 2020 11:43 PM
Gujarat
  • હારશે કોરોના, જીતશે ગુજરાત : સતત ત્રીજા દિવસે સાજા થયેલ દર્દીઓની સંખ્યા નવા પોઝિટિવ કેસ કરતા વધુ

રાજ્યમાં નવા 1078 કેસ સામે 1311 દર્દી સાજા થયા કુલ 71 હજાર કેસોની સામે 54 હજારથી વધુ ડિસ્ચાર્જ થયા

ગાંધીનગર:
રાજ્યમાં કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યા વધી છે. રિકવરી રેટમાં ઘણો વધારો થયો છે આજે રાજ્યમાં નવા 1078 કેસ સામે 1311 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ સંક્રમણના 71 હજાર કેસોની સામે 54 હજારથી વધુ દર્દી ડિસ્ચાર્જ થયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં 25 દર્દીના મોત થયા છે. અને મૃત્યુઆંક 2654 થયો છે. આજે 30,985 ટેસ્ટ કરવામાં આવ્યા જે સાથે કુલ 9,89,630 ટેસ્ટ થયા છે. હાલ રાજ્યમાં 14271 એક્ટિવ કેસ છે જેમાં 73 દર્દી વેન્ટિલેટર પર તો 14199ની હાલત સ્થિર છે.

જિલ્લા / કોર્પોરેશન વાઇઝ નવા નોંધાયેલા કેસો
સુરત કોર્પોરેશન 178
અમદાવાદ કોર્પોરેશન 138
વડોદરા કોર્પોરેશન 98
રાજકોટ કોર્પોરેશન 60
જામનગર કોર્પોરેશન 58
પંચમહાલ 47
સુરત 44
અમરેલી 35
રાજકોટ 35
ગીર સોમનાથ 32
ભરૂચ 28
કચછે 25
ભાવનગર કોર્પોરેશન 24
વલસાડ 21
ગાંધીનગર 20
દાહોદ 18
જુનાગઢ કોર્પોરેશન 18
સુરેન્દ્રનગર 18
અમદાવાદ 15
વડોદરા 12
ભાવનગર 11
ખેડા 11
મહેસાણા 11
પાટણ 11
બોટાદ 10
નર્મદા 10
સાબરકાંઠા 10
બનાસકાંઠા 9
જુનાગઢ 9
મહીસાગર 9
મોરબી 9
ગાંધીનગર કોર્પોરેશન 7
પોરબંદર 7
તાપી 7
આણંદ 5
દેવભૂમિ દ્વારકા 5
જામનગર 5
નવસારી 2
અરવલ્લી 2
છોટા ઉદેપુર 1


Related News

Loading...
Advertisement