જામનગરમાં કોરોના વોરિયર પોલીસકર્મીનું મોત, હોસ્પિટલમાં જ ગાર્ડ ઓફ ઓનર અપાયું

09 August 2020 11:38 PM
Jamnagar Saurashtra
  • જામનગરમાં કોરોના વોરિયર પોલીસકર્મીનું મોત, હોસ્પિટલમાં જ ગાર્ડ ઓફ ઓનર અપાયું
  • જામનગરમાં કોરોના વોરિયર પોલીસકર્મીનું મોત, હોસ્પિટલમાં જ ગાર્ડ ઓફ ઓનર અપાયું

કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાના ત્રણ જ દિવસ ચેલા એસઆરપી કેમ્પના પોલીસજવાન ચેતનભાઈ જોશી આજે કોવિડ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો

જામનગર :
જામનગરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, ત્રણ દિવસ પહેલા એક પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓનું આજે મોત નિપજતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે.

મૃતક પોલીસ જવાન ચેતનભાઈ જોશી ચેલા એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા હતા અને હાલ હેડક્વાર્ટર ખાતે લોકરક્ષક દળના જવાનોની તાલીમ ચાલી રહી હોવાથી ત્યાં જવાનોને ટ્રેઇનિંગ આપવા આવતા હતા. આજથી ત્રણ દિવસ પૂર્વે જ કોરોનાના લક્ષણો દેખાતા ચેતનભાઈ જોશીનો કોવિડ ટેસ્ટ કરાયો હતો જે પોઝીટીવ આવતા જામનગરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર હેઠળ આજે બપોરે આ કોરોના વોરીયર પોલીસકર્મીએ અંતિમ શ્વાસ લીધો હતો. ટ્રેનિંગ દરમિયાન તેમના સંપર્કમાં આવેલા જવાનોને ક્વોરન્ટાઈન કરવાની પ્રક્રિયા કરાઈ હતી અને કેટલાક ટેસ્ટ પણ કરાયા હતા.

આજે ચેતણભાઈ જોશીની અંતિમવિધિ પહેલા હોસ્પિટલ પટાંગણમાં જ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.


Related News

Loading...
Advertisement