રાજસ્થાન : વાડીમાંથી એક જ પરિવારના 11 સભ્યોના મૃતદેહ મળ્યા

09 August 2020 11:35 PM
Crime India
  • રાજસ્થાન : વાડીમાંથી એક જ પરિવારના 11 સભ્યોના મૃતદેહ મળ્યા

પરિવારે પાકિસ્તાનથી જોધપુરમાં સ્થળાંતર કર્યું હતું, વાડીમાં આવેલા મકાન બહાર સુતેલા એક વ્યક્તિ બચ્યો : હત્યા, આત્મહત્યા કે ઝેરી ગેસથી મોત ? તપાસ શરૂ

જોધપુર:
રાજસ્થાનમાં એક વાડી માંથી એક જ પરિવારના 11 સભ્યોની લાશ મળી આવતા ચકચાર મચી છે. ખેત મજૂરી કરતો પરિવાર પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પરિવારના એક માત્ર વ્યક્તિ જ બચ્યા છે જે વાડીમાં આવેલા ઘરની બહાર સુતા હતા. હત્યા કે આત્મહત્યા? તેનું કારણ શોધવા તપાસ શરૂ. પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ કે ખોરાકથી મોત થયા હોવાની શકયતા પણ ચકાસવામાં આવી રહી છે.

મળતી વિગત મુજબ જોધપુર જિલ્લાના દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોડતા અચલાવતા ગામમાં પાકિસ્તાનથી સ્થળાંતર કરી આવેલો 12 સભ્યોનો પરિવાર ભાગિયામાં ખેતી કરતો હતો. ગત રાત્રે પરિવારનો એક સભ્ય વાડીમાં આવેલા ઘરથી દૂર સૂતો હતો. જ્યારે અન્ય 11 સભ્યો ઘરમાં સુતા હતા. સવારે બહાર સુતેલા વ્યક્તિએ ઘરમાં પહોંચતા જ જોયું તો તમામ સભ્યો બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી તેણે રાડો પાડી નજીકમાં રહેતા લોકોને બોલાવ્યા હતા. જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને ઘરની આસપાસનો આખો વિસ્તાર સીલ કરી દીધો હતો. પરિવારના એક માત્ર બચેલા કેવલરામ (ઉ.વ.37) એ જણાવ્યું હતું કે મૃતકમાં તેમના માતા-પિતા ઉપરાંત 1 ભાઈ અને 3 બહેનો, 2 પુત્ર અને 1 પુત્રીનું અવસાન થયું છે. પોલીસે કેવલરામની પૂછપરછ કરી છે, પણ કોઈ તારણ સામે આવ્યું નથી.

મૃતકોમાં કેવલરામન પિતા બુધારામ (ઉ.વ.75), માતા અંતરા દેવી (ઉ.વ.70), બહેનો લક્ષ્મી (ઉ.વ.40), પિયા (ઉ.વ.25), સુમન (ઉ.વ.22), ભાઈ રવિ (ઉ.વ.35), પુત્રી દીયા (ઉ.વ.5), પુત્ર ડેનિશ(ઉ.વ.10), દયાલ (ઉ.વ.11), જ્યારે સુરજારામની પુત્રી તૈન (ઉ.વ.17) અને મુકુદશ (ઉ.વ.16) નો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement