રાજકોટઃ ગોંડલ રોડ પરથી રૂ.1.92 લાખનો દારૂ ભરેલી કાર મળી, ચાલક નાસી ગયો

09 August 2020 11:30 PM
Rajkot Crime
  • રાજકોટઃ ગોંડલ રોડ પરથી રૂ.1.92 લાખનો દારૂ ભરેલી કાર મળી, ચાલક નાસી ગયો
  • રાજકોટઃ ગોંડલ રોડ પરથી રૂ.1.92 લાખનો દારૂ ભરેલી કાર મળી, ચાલક નાસી ગયો

શ્રીનગર શેરી નં.2માં કારમાંથી દારૂની 84 બોટલ મળી

રાજકોટ :
શહેરમાં દારૂની બદી ડામવા પોલીસે કમર કસી છે. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગોંડલ રોડ પર ઓવરબ્રિજ નજીક દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસ વોચમાં હોવાની જાણ થતાં જ ચાલક કાર રેઢી મૂકી ભાગી ગયો હતો. પોલીસે કારની ઝડતી લેતા રૂ.1.92 લાખની કિંમતની દારૂની 372 બોટલ મળી હતી. તપાસમાં વિદેશી દારૂનો જથ્થો ઇરફાન ભીખુભાઇ રાઉમાનો હોવાની માહિતી મળતા જ નાસી જનાર અને નામ ખુલ્યું તે ઈરફાનને શોધવા પોલીસે તપાસ આદરી છે.

બીજા બનાવમાં શ્રીનગર શેરી નં. 2 માંથી મળી આવેલી સેન્ટ્રો કારમાંથી રૂ. 42000ની કિંમતની દારૂની 84 બોટલ ઝડપાઇ હતી. સાથે એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી જય ઉર્ફે જગો ગોપાલભાઇ ધુળેશીયા (ઉ.વ.37, રહે. વાંસજારીયા, તા. જામજોધપુર જિ. જામનગર) 15 બોટલ દારૂ સાથે પકડાયો હતો. જ્યારે સંતકબીર રોડ ગોકુલ પાનની પાસેથી લખપુરી જીતેન્દ્રપૂરી ગૌસ્વામી (ઉ.વ.29, રહે. રાજ રેસીડેસી મકાન નં.3 સેટેલાઇટ ચોક) અને ગૌરવગીરી કીશોરગીરી ગૌસ્વામી (ઉ.વ. 29, રહે. આકાશદીપ સોસા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર શેરી નં.9) દારૂની બે બોટલ સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત માધાપર ચોકડી પાસે રહેતા લલિતપ્રસાદ જાનકીપ્રસાદ યાદવને 4 બોટલ સાથે, કોઠારિયા રોડ, રાધેશ્યામ સોસાયટી-5માં રહેતા ગિરીશ રમેશભાઇ પરમારને 10 બોટલ જ્યારે લક્ષ્મીનગર-2માંથી સુનિલ નટુભાઇ સોલંકી અને સિદ્ધરાજ પ્રકાશભાઇ સોલંકીને વિદેશી દારૂની 3 બોટલ સાથે દબોચી કાર્યવાહી કરાઈ છે.


Related News

Loading...
Advertisement