અમિત શાહનો હાલ કોઈ કોરોના ટેસ્ટ થયો જ નથી : ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તે માહિતી આપતી ટ્વીટ સાંસદે કાઢી નાખી

09 August 2020 11:28 PM
India
  • અમિત શાહનો હાલ કોઈ કોરોના ટેસ્ટ થયો જ નથી : ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તે માહિતી આપતી ટ્વીટ સાંસદે કાઢી નાખી

દિલ્હીઃ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો હોસ્પિટલમાં કોરોનાનો કોઈ રિપોર્ટ કરવામાં આવ્યો નથી, આ માહિતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્તાવાર રીતે આપી છે. આ સાથે જ મંત્રાલયે ભાજપના સાંસદ મનોજ તિવારીના ટ્વિટનું ખંડન કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, અમિત શાહ કોરોનાથી સાજા થયા છે અને તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

મનોજ તિવારીએ રવિવારે સવારે ટ્વીટ કરીને ગૃહ પ્રધાનના કોરોના રિપોર્ટ વિશે માહિતી આપી હતી. તિવારીએ ટ્વીટ કર્યું હતું કે, "દેશના યશસ્વી ગૃહ પ્રધાન અમિત શાહનો કોવિડ રીપોર્ટ નેગેટિવ આવ્યો." જેને લઈ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ અંગે સ્પષ્ટતા આપતા ટ્વિટ કર્યું છે કે, "હજુ સુધી ગૃહ પ્રધાન અમિત શાહની કોવિડ -19 તપાસ થઈ નથી."

ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ગત રવિવારે ટ્વિટ કરી પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. અને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં હાલમાં પણ તેઓ સારવાર હેઠળ છે.


Related News

Loading...
Advertisement