અમદાવાદ : ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

09 August 2020 11:22 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ : ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

ગૌતમભાઈ પટેલે આજે સવારે શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી

અમદાવાદ:
રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે આજે સવારે શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા. ઘરમાંથી સ્યુસાઇડ નોટ નથી મળી આવી. તેમણે ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે સામે આવ્યું નથી. આ અંગે બોપલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને આપઘાત કરવા પાછળ કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે, ગૌતમભાઈ પટેલે પોતાના ઘરે ઉપરના માળે જઈ ગળાફાંસો ખાધો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ નોટ વગેરે હાથ લાગ્યું નથી તેથી તપાસ આગળ વધારવામાં આવી છે.

(ફોટો : કૌશિક પટેલ)


Related News

Loading...
Advertisement