સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપતી વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : યુનિવર્સિટી, આરોગ્ય તંત્રમાં દોડધામ

09 August 2020 11:20 PM
Rajkot
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપતી વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : યુનિવર્સિટી, આરોગ્ય તંત્રમાં દોડધામ

પોઝીટીવ આવેલી વિદ્યાર્થિની ગોંડલ રોડ પર આવેલી સર્વોદય કોલેજમાં છેલ્લા 4 દિવસથી પરીક્ષા આપી રહી હતી, આસપાસ બેઠક ધરાવતા 11 વિદ્યાર્થીઓ ક્વોરન્ટાઈન

રાજકોટઃ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં M.Ed ના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપતી વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

પોઝીટીવ આવેલી વિદ્યાર્થિની ટીએન રાવ કોલેજમાં અભ્યાસ કરે છે અને રાજકોટની રહેવાસી છે. ગોંડલ રોડ પર આવેલી સર્વોદય કોલેજના પરીક્ષા કેન્દ્રમાં છેલ્લા 4 દિવસથી પેપર આપી રહી હતી. ગઈકાલે તેને હળવા લક્ષણો દેખાયા બાદ કોરોના ટેસ્ટ કરાવાયો હતો, જોકે લક્ષણો હળવા હોવાથી પ્રથમ સમરસ હોસ્ટેલ બાદ હાલમાં હોમ આઇસોલેટ છે. ટી એન રાવ કોલેજના સંચાલકોને જાણ થતાં યુનિવર્સિટીના સત્તાધીશો અને પરીક્ષા નિયામકને જાણ કરી દીધી છે. પરીક્ષા નિયામકના નિર્ણય બાદ તેમની આસપાસ બેઠક ધરાવતા ૧૧ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન કરાયા છે.

એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ રોહિત રાજપૂતને આ અંગે જાણકારી મળતા વિદ્યાર્થિનીને અગાઉ નક્કી કરાયા મુજબ રૂ. 1 લાખ સુધીની સહાય કરવા કુલપતિને રજુઆત કરી છે.


Related News

Loading...
Advertisement