અમદાવાદ : સસ્તી ઇલેક્ટ્રોનિક વસ્તુ આપવાના બહાને 1100 લોકોને ચુનો ચોપડ્યો : ત્રણ યુવાનો ઝડપાયા

09 August 2020 11:08 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ : સસ્તી ઇલેક્ટ્રોનિક વસ્તુ આપવાના બહાને 1100 લોકોને ચુનો ચોપડ્યો : ત્રણ યુવાનો ઝડપાયા
  • અમદાવાદ : સસ્તી ઇલેક્ટ્રોનિક વસ્તુ આપવાના બહાને 1100 લોકોને ચુનો ચોપડ્યો : ત્રણ યુવાનો ઝડપાયા

ટેલિગ્રામ મારફતે લાલચ આપી હતી : ફોન પે, ગુગલ પેના QR કોડ મોકલી પૈસા પડાવ્યા : અંદાજે 18 લાખની છેતરપિંડી

અમદાવાદઃ
અમદાવાદમાં ભેજાબાજોએ સસ્તી ઇલેક્ટ્રોનિક વસ્તુ અપવાના બહાને 1100 લોકોને ચુનો ચોપડ્યો છે. જે મામલે સોલા પોલીસે 3 યુવકોને પકડયા છે. ટેલિગ્રામ મારફતે સસ્તા ભાવે વસ્તુ આપવા લાલચ આપતી હતી, અને ત્યારબાદ ફોન પે કે ગુગલ પેના QR કોડ મોકલી પૈસા પડાવતા હતા. અંદાજે અધરેક લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે બાતમીના આધારે ચાંદલોડીયા વિશ્વકર્મા મંદિર પાસે શ્રીજી પાન પાર્લર પર બેઠેલા 3 યુવકો અનિષ જોશી (રહે. નવાવાડજ), વિશાલ શર્મા (રહે. ચાંદલોડીયા) અને ધ્રુવ હિંગોલ (રહે. ચાંદલોડીયા) ની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે આ યુવકોએ ટેલિગ્રામ પર પોતાની ચેનલ બનાવી હતી. જેમાં LED ટીવી, મોબાઈલ, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો સસ્તા ભાવે વેચવા જાહેરાત કરતા, અને જો ગ્રાહક યુઝરનેમ પર ક્લિક કરે તો મેસેજથી વાત કરતા હતાં. લાલચ આપી સરનામું મેળવી લેતા અને 50 ટકા પેમેન્ટ ઓનલાઇન QR કોડથી કરાવતા હતા. અને ત્રણ દિવસ બાદ વસ્તુ મળી જશે તેમ કહેતા. છેતરપિંડીથી મેળવાયેલા રૂપિયા એસબીઆઈના ત્રણ જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા થતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement