આંધ્રપ્રદેશ : વિજયવાડામાં કોવિડ-19 ફેસિલિટી સેન્ટરમાં આગ લાગતાં 10ના મોત

09 August 2020 11:04 PM
India
  • આંધ્રપ્રદેશ : વિજયવાડામાં કોવિડ-19 ફેસિલિટી સેન્ટરમાં આગ લાગતાં 10ના મોત
  • આંધ્રપ્રદેશ : વિજયવાડામાં કોવિડ-19 ફેસિલિટી સેન્ટરમાં આગ લાગતાં 10ના મોત

ખાનગી હોટલમાં ઉભા કરાયેલા કોવિડ વોર્ડમાં 22 દર્દી સારવાર હેઠળ હતા : સ્ટાફ સહિત 30 નો બચાવ થયો

વિજયવાડા:
હોટલમાં ઉભા કરાયેલા કોરોના ફેસિલિટી સેન્ટરમાં આગ લાગતા 10 લોકોના મોત થયા છે. આ બનાવ આંધ્રપ્રદેશના વિજયવાડામાં રવિવારે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ બન્યો હતો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવી લીધો હતો.

કોવિડ-19 ફેસિલિટી સેન્ટર તરીકે ઉપયોગ થતી હોટલમાં કોરોનાના 22 દર્દીની સારવાર ચાલી રહી હતી. ઘટનામાં દર્દી અને સ્ટાફ સહિત 30 લોકોને બચાવી લેવાયા હતા. મળતી જાણકારી મુજબ આ હોટલને એક હોસ્પિટલ દ્વારા ભાડે રાખવામાં આવી હતી, અને કોરોનાના દર્દીઓને સારવાર અપાતી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગી હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. ત્યાર બાદ તંત્ર અન્ય હોસ્પિટલમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા છે કે નહીં તે ચકાસવા કામે લાગ્યું હતું.
...
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ તપાસના આદેશ આપ્યા
વિજયવાડાની ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ હતી. મૃતકોના પરિવારજનોએ રોષ પ્રગટ કર્યો હતો. આ સાથે જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તપાસના આદેશ આપ્યા છે. આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસ થઈ રહી છે.


Related News

Loading...
Advertisement