રાજકોટઃ કન્ટેન્મેન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર સાથે રીક્ષા ફેરવી લોકોને ચેતવણી : બહાર નીકળ્યા તો ગુનો દાખલ થશે

09 August 2020 11:01 PM
Rajkot
  • રાજકોટઃ કન્ટેન્મેન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર સાથે રીક્ષા ફેરવી લોકોને ચેતવણી : બહાર નીકળ્યા તો ગુનો દાખલ થશે

કોરોના મહામારીમાં લોકોને સાવચેત કરવા પોલીસ દ્વારા જાહેર ચેતવણી માટે લાઉડ સ્પીકર સાથે રીક્ષા ફેરવવામાં આવી હતી

રાજકોટઃ
કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. શહેરમાં કોરોના કેસ વધી રહયા છે એવામાં તંત્રની ચિંતા પણ વધી છે. ટૂંકા ગાળામાં જ મુખ્યમંત્રી નાયબ મુખ્ય મંત્રી કોરોના સ્થિતિની સમીક્ષા કરવા રાજકોટ આવ્યા હતા. આરોગ્ય સચિવ જયંતિ રવિ હમણાંને હમણાં બે વાર રાજકોટ સિવિલની મુલાકાત લઈ ગયા. ત્યારે શહેરના કન્ટેન્મેન્ટ ઝોનમાં સરકારની ગાઈડલાઈન મુજબ કોરોન સંક્રમણ અટકાવવા સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે. આજે કન્ટેન્મેન્ટ ઝોન અને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર સાથે રીક્ષા ફેરવી લોકોને ચેતવણી અપાઈ હતી. કે બહાર નીકળ્યા તો ગુનો દાખલ થશે.

રાજકોટ પોલીસે છેલ્લા કેટલાક દિવસોથી કન્ટેન્મેન્ટ ઝોનમાં કાર્યવાહી વધારી દીધી છે. હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરતા અનેક લોકો સામે ગુનો નોંધ્યો છે. ત્યારે કોરોના મહામારીમાં લોકોને સાવચેત કરવા પોલીસ દ્વારા જાહેર ચેતવણી માટે લાઉડ સ્પીકર સાથે રીક્ષા ફેરવવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement