રાજકોટના મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી નહીં થાય : પોલીસ અને આયોજકો - આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય

09 August 2020 10:59 PM
Rajkot
  • રાજકોટના મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી નહીં થાય : પોલીસ અને આયોજકો - આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય

કોરોના મહામારીના પગલે તહેવારો ફિક્કા રહેશે : જાહેર, ખાનગી સ્થળ કે રેસ્ટોરન્ટમાં પણ મટુકી ફોડનું આયોજન કરવા પર પ્રતિબંધ : મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકાશે

રાજકોટઃ
થોડા દિવસો પહેલા જ જગત મંદિર દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારમાં મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ રાખવા દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ત્યારે હવે રાજકોટના મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી નહીં થાય તેવો નિર્ણય લેવાયો છે. આ અંગે પોલીસ અને હિન્દૂ આગેવાનો, સંગઠનો અને આયોજકો વચ્ચે બેઠક પણ મળી હતી.

આગામી જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચના મુજબ તથા ઝોન -૧ ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા ઝોન -૨ ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમા આગામી જન્માષ્ટમીના તહેવારના રોજ મંદિરોમાં જાહેરમાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવાની રહેશે નહીં, વધુમાં તમામ આયોજકો દ્વારા શોભાયાત્રા રથયાત્રા ન કાઢવા જાહેર હીતમાં નિર્ણય લેવામાં આવેલ છે.

મટકી ફોડ યોજવા પર પ્રતિબંધ

રાજકોટ શહેરને સંલગ્ન આવેલા વિસ્તાર જેવા કે ન્યારી ડેમ, આજીડેમ, ઇશ્વરીયા પાર્ક, પીપળીયા, લાલપરી જેવા વિસ્તારોમાં પણ કોઇ શોભાયાત્રા કે રથયાત્રા વરઘોડા જન્માષ્ટમી સંબંધે કાઢી શકાશે નહીં તેમજ કોઇ પણ રેસ્ટોરન્ટ હોટલ દ્વારા મટકી- હાંડી ફોડ વગેરે કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ મુકાયો છે. શહેરના વિવિધ ભાગોમાં વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો દર વર્ષ યોજાતા હતા પરંતુ કોરોના વાયરસની સ્થિતિને તેમજ સરકારની માર્ગદર્શીકા આધારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ આવા કાર્યક્રમ હવે યોજાશે નહીં.

….
મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન થઈ શકશે

લોકડાઉન બાદ અનલોક 2 માં મંદિરોના દ્વાર ખુલ્યા હતા. પરંતુ અમુક નિયમો સાથે દર્શનની છૂટ અપાઈ છે. જોકે કેટલાક મંદિરોના સંચાલકો, ટ્રસ્ટીઓ દ્વારા મંદિરો સ્વૈચ્છિક રીતે સાવચેતીના ભાગ રૂપે બંધ કરાયા છે. પરંતુ જે મંદિરો ખુલા છે તેવા મંદિરોમાં દર્શન કરતી વખતે સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.
…..

નિયમોનું પાલન કરી રાજકોટવાસીઓ પોતાના તથા પોતાના પરિવારને સ્વસ્થ અને સુરક્ષીત રાખશે તેવી આશા છે : પોલીસ કમિશનર

કોરોના સંકટને લઈ શહેરમાં ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવાપર પ્રતિબંઘ છે. આવા સમયે સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા પર મનાઈ છે. જાહેરનામાનો ભંગ કરી જાહેર જીવનમાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરી ગુના દાખલ કરાયા છે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જણાવાયું હતું કે, શ્રાવણ માસ ચાલુ છે જે દરમ્યાન હિન્દુ સમાજના પવિત્ર તહેવારો આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય અને તેઓ સ્વસ્થ અને સુરક્ષીત રહે તેવા હેતુથી સરકાર દ્વારા ધાર્મીક કાર્યક્રમો, મેળાવડા સદંતર બંઘ રાખવા માર્ગદર્શીકા જાહેર કરાઈ છે જેનુ હાલ સુધી સમગ્ર રાજકોટ શહેરની જાહેર જનતાએ ચુસ્તપણે પાલન કરેલ છે અને ભવિષ્યમાં પણ તેનું ચુસ્તપણે પાલન કરી પોતાની તથા પોતાના પરિવારને સ્વસ્થ અને સુરક્ષીત રાખશે તેવી આશા છે.
….
રાજકોટમાં માસ્કના 1 લાખ કેસ નોંધાયા

રાજકોટ પોલીસ દ્વારા જણાવાયું હતું કે, ભૂતકાળમાં રેસકોર્ષ ફરતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા, હરવા ફરવા જનમેદની સ્વરૂપે લોકો એકઠા થતા હતા. તે આ વર્ષે તકેદારીના ભાગરૂપે ભેગા મળી ઉજવણી કારીનશકશે નહીં જેની ખાસ નોંધ લેવા કહેવાયું છે. તેમજ જનજાગૃતિ લાવવાના પ્રયાસ સ્વરૂપે સેફ રાજકોટ એપ દ્વારા નિયમો ભંગ કરનારના લોકેશન મેળવી કન્ટેન્સેન્ટ ઝેનમાથી બહાર નિકળતા વ્યક્તિઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે. આ સીવાય આજ સુધીમાં માસ્ક ન પહેરનાર 1 લાખ લોકો સામે ગુનો નોંધાયો છે.


Related News

Loading...
Advertisement