સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ : કોરોના રિપોર્ટ નેગેટીવ

09 August 2020 10:58 PM
Entertainment India
  • સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ : કોરોના રિપોર્ટ નેગેટીવ

સંજય ડોકટરોની દેખરેખ હેઠળ દાખલ : તેમની તબિયત સ્થિર

મુંબઈ
સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટીવ આવ્યો છે.

લીલાવતી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'અભિનેતા સંજય દત્તને શ્વાસની તકલીફની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે, પરંતુ તે હજુ થોડા સમય માટે ડોકટરોની દેખરેખ હેઠળ દાખલ રહેશે. તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે.

સંજય દત્તનો કેવિડ એન્ટિજેન ટેસ્ટ કરાયો છે. આરટી પીસીઆર માટે એમનો સ્વેબ પણ લેવામાં આવ્યો છે. હાલ આઈસીયુના નોન-કોવિડ વોર્ડમાં દાખલ છે.

...
10 દિવસ પહેલા 61 મો જન્મદિવસ ઉજવ્યો

29 જુલાઈ, 1959 ના રોજ મુંબઇમાં જન્મેલા સંજયે 10 દિવસ પહેલા પોતાનો 61 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. 7 ઓગષ્ટના રોજ, તેમણે કોઝિકોડ વિમાન દુર્ઘટના અંગે પણ ટ્વિટ કર્યું હતું.


Related News

Loading...
Advertisement