ગુજરાતમાં રાહત : સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ કરતા સાજા થયેલા દર્દીની સંખ્યા વધુ

08 August 2020 07:45 PM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં રાહત : સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ કરતા સાજા થયેલા દર્દીની સંખ્યા વધુ

રાજ્યમાં આજે 1101 નવા કેસ નોંધાયા, જેની સામે 1135 દર્દી સાજા થયા : 24 કલાકમાં 23 ના મોત

ગાંધીનગર:
ગુજરાત માટે ખૂબ જ રાહતના સમાચાર મળ્યા છે. સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ કરતા સાજા થયેલા દર્દીની સંખ્યા વધુ છે. રાજ્યમાં આજે 1101 નવા કેસ નોંધાયા, જેની સામે 1135 દર્દી સાજા થયા છે. ગઈકાલે રાજ્યમાં 1370 દર્દી સાજા થયા હતા.

છેલ્લા 24 કલાકમાં 23 દર્દીના મોત થયા છે. સાજા થવાનો દર 75.48 ટકા છે. આજે રાજ્યમાં કુલ 26,272 ટેસ્ટ ક૨વામાં આવ્યા હતા. રાજ્યમાં કુલ 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14448
દર્દીઓ સ્ટેબલ છે, કુલ મૃત્યુઆંક 2629 તથા કુલ
પોઝીટીવ કેસનો આંક 69986 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ આંકડા
સુરત 226,
અમદાવાદ 158,
વડોદરા 113,
રાજકોટ 93,
જામનગર 54
અમરેલી 33,
ભાવનગર 47
પંચમહાલ 31
જૂનાગઢ 32,
મહેસાણા 30,
ગાંધીનગર 30,
દાહોદ 27,
ગીર સોમનાથ 26,
કચ્છ 22,
સુરેન્દ્રનગર 21,
મોરબી 20,
પાટણ 19,
વલસાડ 17,
ભરૂચ 11,
નર્મદા 11,
ખેડા 10,
આણંદ 9,
બોટાદ 9,
મહિસાગર 9,
છોટાઉદેપુર 8,
સાબરકાંઠા 8,
નવસારી 7,
બનાસકાંઠા 5,
પોરબંદર 5,
દેવભૂમિ દ્વારકા 4,
અરવલ્લી 3,
તાપી 2,
ડાંગ 1


Related News

Loading...
Advertisement