સદગુરૂ આશ્રમમાં બુધવારે જન્માષ્ટમી નિમિતે ગૌમાતા પૂજન તથા વિશેષ ધાર્મિક આયોજનો

08 August 2020 07:14 PM
Rajkot
  • સદગુરૂ આશ્રમમાં બુધવારે જન્માષ્ટમી નિમિતે ગૌમાતા પૂજન તથા વિશેષ ધાર્મિક આયોજનો

રાજકોટ તા.8
સદગુરૂ આશ્રમ માર્ગ પર આવેલ શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) ખાતે તા.12ના બુધવારે કૃષ્ણજનમોત્સવનું પૂજન, અર્ચન કરવામાં આવશે તથા એક સંત ભગવાન દ્વારા જ શ્રી કૃષ્ણ શરણમંમ મંત્રજાપ કરવામાં આવશે. સર્વે ભાવિકો ઘેર રહીને શ્રી કૃષ્ણ શરણમંમ મંત્રજાપ કરે તથા શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરે તેવો અનુરોધ સદગુરૂ સદન ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણીએ કરેલ છે.

જન્માષ્ટમી નિમિતે શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ સંચાલીત શ્રી સદગુરૂ ગૌમાતામાં ગાય માતાની વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવશે. બધી ગાય માતાને ચંદન ચોખા કરીને તેમનું પૂજન તથા આરતી ઉતારવામાં આવશે. ગાય માતાને શ્રી રામાયણજીનાં માસ પારાયણ જાળવવામાં આવશે.

આમ આ કૃષ્ણ જન્મોત્સવમાં શ્રી ક્રિષ્ના ભગવાનને વહાલી એવી ગાવડીઓ (ગાય માતા)ને વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે તથા બુધવારે રાત્રીનાં 10:30 થી 11:30 કલાક સુધી ભગવાન શ્રી કૃષ્ણ જન્મની કથા તથા રાત્રીનાં 11:30 થી 12 કલાક સુધી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન તેમજ રાત્રીનાં 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ તથા આરતી થશે. ઉપરોકત ધાર્મિક કાર્યક્રમ અમારા ફેસબુક પેઇજ મારાગુરૂદેવ ઉપર લાઇવ નિહાળી શકશો તથા ફોટો વિગેરે દર્શનનો લાભ પણ લઇ શકશે.


Related News

Loading...
Advertisement