ધોરાજીના તોરણીયા નજીક એસટી બસ-કાર વચ્ચે અકસ્માત: બેના મોત : તબીબ ઘાયલ

08 August 2020 07:13 PM
Dhoraji Rajkot
  • ધોરાજીના તોરણીયા નજીક એસટી  બસ-કાર વચ્ચે અકસ્માત: બેના મોત : તબીબ ઘાયલ
  • ધોરાજીના તોરણીયા નજીક એસટી  બસ-કાર વચ્ચે અકસ્માત: બેના મોત : તબીબ ઘાયલ

જૂનાગઢ-જામનગર રૂટની બસને દુર્ઘટના : માર્ગ પર ટ્રાફીક જામ

ધોરાજી તા.8
આજે બપોરે 1:30 જુનાગઢ જામનગર એસ.ટી બસ અને કાર વચ્ચે જોરદાર અકસ્માત થતાં કારનો ભૂક્કો બોલી ગયો હતો અને કારમાં સવાલ ડોક્ટર સુરેશ ભાઈ ગોરધનભાઈ વડાલીયા જે પાટણના સરકારી હોસ્પિટલમાં એમો તરીકે ફરજ બજાવે છે તેમજ કારમાં બેઠેલ એક યુવતી અને એક શિક્ષક વર્ષના અજાણ્યા છોકરાનું ઘટનાસ્થળે જ મોત થયેલ છે આ ઘટના માનવસેવા ધર્મેન્દ્ર બાબરીયા ને સાગર સોલંકી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા જેમાં એક યુવતી અને એક યુવકનું મોત થયેલ હતો જ્યારે અન્ય એક પાટણના ડોક્ટરને ગંભીર ઈજા થતાં તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા આ ઘટનાની જાણ થતા પોલીસ અને એસટીના ડેપો મેનેજર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવેલ અને પોલીસે ટ્રાફિક જામ થઇ ગયો હતો તે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો જ્યારે ડોક્ટર ના સગા સંબંધીઓને માનવસેવાના ભોલાભાઈ સોલંકી સગા સંબંધીઓને ફોન દ્વારા જાણ કરી ને બોલાવ્યા હતા.


Related News

Loading...
Advertisement