રિયાના બેફામ ખર્ચથી સુશાંત ચિંતામાં હતો, તેમ છતાં રિયાને કંઇ કહી શકતો નહોતો

08 August 2020 06:55 PM
Entertainment
  • રિયાના બેફામ ખર્ચથી સુશાંત ચિંતામાં હતો, તેમ છતાં રિયાને કંઇ કહી શકતો નહોતો

રિયાને સીધી રીતે ન કહ્યું, પણ કર્મચારીઓને કહ્યું-ખર્ચ ઓછો કરો : ઇડીએ રિયા ચક્રવર્તીને પૂછ્યું - ખારનો ફલેટ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા ? સુશાંતના મેનેજરની પણ પૂછપરછ થઇ

મુંબઇ,તા. 8
બોલીવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યાની તપાસ હવે સીબીઆઈને સોંપાયા બાદ અને ઈડીની પૂછપરછ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી છે. પટણા પોલીસની એસઆઈટી જ્યારે અભિનેતાના અનેક કર્મચારીઓની પૂછપરછ કરે તો જાત જાતની વાતો બહાર આવી છે તે પૈકી સુશાંત તેના ખાતામાંથી સતત પૈસા ઉપાડાતા હોવાથી ઘણો ચિંતિત હતો.

રિયાના છૂટા હાથથી ચિંતિત સુશાંત સીધી રીતે રિયાને કંઇ શકતો નહોતો. તો બીજી બાજુ એકટ્રેસ રિયાની ખુદની આવકના પ્રમાણમાં બે-બે પ્રોપર્ટી ખરીદતા આ પૈસા ક્યાંથી આવ્યા તે બારામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રિયાને સવાલો કર્યા હતાં. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સુશાંતસિંહ પોતાના ખાતામાંથી સતત પૈસાના ઉપાડને લઇને ઘણો ચિંતિત હતો.

સુશાંતને એ વાતની પણ જાણકારી હતી કે તેના પૈસાનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે. એક દિવસ રિયા ચક્રવર્તી સુશાંતની સામે બેઠી હતી, આ દરમિયાન તેણે પોતાના ખાતામાંથી ઉપાડાતા પૈસાનો ઉલ્લેખ કર્યો હતો. સુશાંતે સીધું રિયાને ન કહીને કૂક (રસોયા)ને કહ્યું હતું કે તમે લોકો ઘણો ખર્ચ કરો છો, તેને ઓછો કરો. આ બદું રિયાએ સાંભળ્યું હતું.

સવાલ એ છે કે બધું જાણવા છતાં આખરે સુશાંત રિયા સાથે સીધી રીતે કેમ વાત નહોતો કરી શકતો. પોલીસ સુત્રોનું માનીએ તો આ પૂરા પ્રકરણમાં કૂક અશોક અને સુશાંતના કર્મચારી નીરજનું નિવેદન મહત્વનું છે. બન્નેએ રિયા ચક્રવર્તીના કારનામાની પોલ ખોલી નાખી છે. પટણા પોલીસની એસઆઇટીએ જ્યારે સુશાંતસિંહની કોલ ડિટેલ રેકર્ડની તપાસ કરી તો તેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

જે મુજબ 6 મહિનામાં સુશાંતે માત્ર 59 આઉટ ગોઇંગ કોલ કરી હતી. એક ફિલ્મ સ્ટારના મોબાઈલ પર જો એક હજાર કોલ આવે તો પણ તેને ઓછા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રિયા ચક્રવર્તીએ સુશાંતને તેના પરિવારથી લઇને બહારથી દુનિયાથી વિખૂટો પાડી દીધો હતો. રિયાએ તેના ફોન કોલ પર રોક લગાવી દીધી હતી.

જ્યારે બીજી બાજુ ઇડીએ રિયા ચક્રવર્તીને પૂછપરછમાં ખારમાં ફલેટ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા તેવા સવાલો કર્યા હતા. ઇડીએ સુશાંતના મેનેજર શ્રુતિ મોદીનું બયાન પણ નોંધ્યું હતું. રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીની પણ પૂછપરછ કરી હતી. ઇડીએ સુશાંતસિંહના ખાતામાંથી 17 કરોડ રુપિયામાંથી 15 કરોડ રુપિયાનું શુ થયું અને ખારમાં ફલેટ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા તે બારામાં રિયાને સવાલો કર્યા હતા. ખારની આ પ્રોપર્ટીની કિંમત 84 લાખ રુપિયા છે. ફલેટ બાબતે ઇડી વધુ વિગતો રિયા ઉપરાંત બિલ્ડરની પૂછપરછમાં ઇડી મેળવશે.

સુશાંતના સુસાઈડનું રહસ્ય તેની ડાયરી ઉકેલી શકે છે
સુશાંતના વકીલ વિકાસસિંહને આશા
નવી દિલ્હી : સુશાંતના વકીલ વિકાસ સિંહને વિશ્વાસ છે કે તેની ડાયરીમાં કદાચ એવી વાતો હોઇ શકે છે જેનાથી તે સુસાઈટ કરવા માટે પ્રેરીત થયો હશે. તેમના મુજબ એ ડાયરીનાં છેલ્લાં પાનાઓ ખુબ અગત્યના હશે. એ વિશે વિકાસ સિંહે કહ્યું હતું કે મને લાગે છે કે સુશાંતની એ ડાયરી ખૂબ અગત્યની છે. જો તે રોજબરોજનું એમાં લખતો હશે કે તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે.

ત્યારબાદ જ તેણે સુસાઇડ કર્યું હશે. ડાયરીમાં એવી વાત તો જરુર હશે કે તેણે આ પગલું શું કામ ભર્યું છે. અથવા તો આ હત્યા છે. એની સાથે સંકળાયેલી બાબત જરુર હશે કે તેને લાઈફમાં કોણ ધમકાવી રહ્યું છે. આશા રાખું છું કે તપાસ એજન્સી ડાયરીના એ છેલ્લા પાનાઓ મેળવી શકે કે જેમાં અનેક રહસ્યો છુપાયેલા હશે.


Related News

Loading...
Advertisement