ગીરીશ મુર્મુએ દેશના સીએજીનો કાર્યભાર સંભાળ્યો

08 August 2020 06:53 PM
India
  • ગીરીશ મુર્મુએ દેશના સીએજીનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હી તા.8
જમ્મુ-કાશ્મીરના રાજયપાલ પદેથી રાજીનામું આપનાર ગીરીશચંદ્ર મુર્મુએ દેશના નિયંત્રણ તેમજ મહાલેખે પરિક્ષક સીએજી (કેગ)નો કાર્યભાર સંભાળી લીધો છે.
તેમણે પદભાર સંભાળ્યા બાદ મહાત્મા ગાંધી બી.આર.આંબેડકરને શ્રધ્ધાંજલી આપી હતી મુર્મુને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં સીએજી પદની ગોપનીયતાનાં શપથ લેવડાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે મુર્મુ પહેલા સીએજીનો કાર્યભાર રાજય મહર્ષિનાં હાથમાં હતો.મહર્ષિ 1978 ની બેચના રાજસ્થાન કેડરનાં આઈએએસ અધિકારી છે. જયારે મુર્મુ 1985 ની બેચના આઈએએસ અધિકારી છે.જમ્મુ-કાશ્મીરમાં નવા ઉપરાજયપાલ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજસિંહ નિયુકત થયા છે.


Related News

Loading...
Advertisement