આપઘાત કે હત્યા ? મોતના કલાક પહેલાં પાર્ટી કરતી દિશાનો વિડીયો વાયરલ

08 August 2020 06:45 PM
Entertainment
  • આપઘાત કે હત્યા ? મોતના કલાક પહેલાં પાર્ટી કરતી દિશાનો વિડીયો વાયરલ

સુશાંતની સાથે તેની પૂર્વ મેનેજરના મોતનું ઘેરાતુ રહસ્ય : એક કલાકમાં એવું તે શું બન્યુ કે દિશાએ જિંદગી ટૂંકાવી ? !

મુંબઇ તા.8: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં આપઘાતનાં છ દિવસ પહેલાં તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાને 8 જૂનનાં રોજ 14 માળની બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી લીધી હતી. સુશાંતની સાથે દિશાના મોતનું રહસ્ય પણ દિવસેને દિવસે ઘેરાતુ જાય છે. હવે આપઘાતનાં એક કલાક પહેલાં પાર્ટીમાં આનંદ કરતી દિશાનો એક વિડીયો વાયરલ થયો છે. અત્યંત ખુશ જણાતી દિશા સાથે એક કલાકમાં એવુ તે શું બન્યુ કે તેણે આપઘાતનું પગલુ ભરી લીધુ કે પછી આ બનાવને આપઘાતમાં ખપાવવામાં આવ્યો છે તેવી ચર્ચા વહેતી થઇ છે.

8 જુનનાં રોજ 14માં માળેથી ઝંપલાવી દેતા મોતને ભેટેલી સ દિશા સાલિયાનનાં મોતનું કારણ સામે આવે તે પહેલા અભિનેતા સુશાંતસિંહ રાજપુતે 14 જુનનાં રોજ ગળેફાંસો ખાઇ લીધો હતો. દિશા અગાઉ સુશાંતની મેનેજર હોય શરૂઆતમાં તેની સાથે નામ જોડવામાં આવ્યુ હતુ. જો કે દિશાના મોતનું કારણ સામે આવે તે પહેલાં સુશાંતે પણ આપઘાત કરી લીધો હતો.

હવે દિશાના મૃત્યુના એક કલાક પહેલાંનો વિડીયો વાયરલ થયો છે. જેમાં દિશા પોતાના મિત્રો સાથે પાર્ટીની મોજ માણતી જોવા મળે છે. કોઇપણ પ્રકારની ચિંતા વગર મિત્રો સાથે આનંદ કિલ્લોલ કરતી દિશા સાથે એવુ તે શું થયું કે તેણે આ પગલુ ભરી લીધુ. આ વિડીયો જોયા પછી એવુ પણ ચર્ચા રહયુ કે ખરેખર આ આપઘાત જ હતો કે બીજુ કંઇ ?

તો સુશાંતસિંહ રાજપૂતનાં કેસમાં ઇડી મની લોન્ડરીંગના એન્ગલથી તપાસ કરી રહી છે. શુક્રવારે સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયાની 9 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.સ રિયાની સાથે તેના ભાઇ શોવિક, સુશાંતની મેનેજર શ્રૃતિ મોદી અને સીએ રિતેશ શાહની પણ પુછપરછ કરવામાં આવી હતી. આજે સુશાંતનાં ફલેટમેટને પુછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તે એક વર્ષથી સુશાંતસિંહ સાથે રહેતો હતો. સુશાંતનો મૃતદેહ સૌથી પહેલા સિધ્ધાર્થે જ જોયો હતો. તેની પુછપરછ બાદ મહત્વના ખુલાસા થાય તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement