પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વિલંબમાં પડ્યો

08 August 2020 06:10 PM
India
  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વિલંબમાં પડ્યો

સરકાર દ્વારા આખરી યાદીમાં ખરાઈની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી,તા. 8
વડાપ્રધાન કિસાન સન્માન નિધિના છઠ્ઠા હપ્તામાં વિલંબ થતા કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે મંત્રાલય પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. દેશના 10 કરોડથી વધુ ખેડૂતોને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂા. 2000નો હપ્તો દર ચાર મહિને એક વખત આપે છે પરંતુ હજી સુધી આ હપ્તો જમા થયો નથી અને ખેડૂતોને પોર્ટલ પર પેમેન્ટ કનફર્મેશન ઇન પેન્ડીંગ તેવો મેસેજ જોવા મળી રહ્યો છે જેના કારણે મોટાભાગના ખેડૂતો અત્યારે પોતાના ખાતામાં આ રકમ જમા થવાની રાહ જોવે છે. સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યો દ્વારા જે નામાવલી મોકલાાઈ હતી અને ગત વખતથી જે રીતે બોગસ ખાતાઓની બાદબાકી થઇ છે તે જોતા સરકાર દ્વારા હવે ફાઈનલ લીસ્ટ તૈયાર કરીને આ રકમ જમા કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement