સુપરસ્ટાર શાહરુખની ઓફીસનું કોરોના દર્દીઓ માટે આઈસીયુમાં રૂપાંતર

08 August 2020 06:07 PM
India
  • સુપરસ્ટાર શાહરુખની ઓફીસનું કોરોના દર્દીઓ માટે આઈસીયુમાં રૂપાંતર

અભિનેતાએ એપ્રિલમાં ખારની ઓફીસ બીએમસીને ઓફર કરી હતી

મુંબઈ તા.8
અસિમ્પ્ટોમેટિક કોવિડ 19 દર્દીઓ માટે શાહરુખખાનની ખારની ઓફીસ કવોરન્ટાઈન સેન્ટરમાં ફેરવ્યા પછી બીએમસીએ સુપરસ્ટારની આ ફેસીલીટીને ગંભીર દર્દીઓ માટે આઈસીયુ તરીકે રૂપાંતરીત કરી છે.

ખાનના મીર ફાઉન્ડેશનના સહયોગથી 15 બેડની આ સુવિધા આજથી કાર્યરત થઈ છે અને એપ્રિલમાં સીડી માર્ગ પર તેની ચાર માળની ઓફીસ બીએમસીને ઓફર કરી હતી પણ ડોકટરો અને હેલ્થકેર વર્કસના અભાવથી તેમાં અંત સુધી એ કબ્જે લઈ શકાય નહોતી. 15 જુલાઈથી તેને અપગ્રેડ કરી આઈસીયુ ફેસીલીટી બનાવવા કામ આવી રહ્યું હતું.

આ કાર્યમાં સહયોગ આપનારે હિંદુજા હોસ્પિટલના ડો. અવિનાશ સૂપેએ જણાવ્યું હતું કે મહામારીમાં ઓકસીજનની ટાંકી અને વેન્ટીલેટર્સ સાથે વધુ આઈસીયુ બેડની જરૂર છે. ખાનગી ઓફીસ કમ આઈસીયુ ફેસીલીટીના પ્રથમ મજલે સેન્ટ્રલ ઓકસીજન ફેસીલીટી અને પાંચ આઈસીયુ બેડ અને બીજા માળે સ્ટેન્ડબાય તરીકે ચાર બેડક રહેશે. ખાર હિન્દુજા હોસ્પીટલ આ માટે ચોવીસેય કલાક ડોકટરો, નર્સિંગ સ્યાફ અને પેરામેડીકલ સ્ટાફ આપશે.


Related News

Loading...
Advertisement