અમદાવાદ હોસ્પિટલની આગ માટે ટેબલફેન વિલન: માત્ર 68 સેકન્ટમાં 8 દર્દી ખતમ

08 August 2020 06:05 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ હોસ્પિટલની આગ માટે ટેબલફેન વિલન: માત્ર 68 સેકન્ટમાં 8 દર્દી ખતમ

શોર્ટસર્કીટ જ દુર્ઘટના માટે જવાબદાર: પ્રાથમીક રિપોર્ટ

અમદાવાદ તા.8
શ્રેયસ હોસ્પીટલમાં હતભાગી કોવિડ 19 દર્દીઓવાળા આઈસીયુને ચપેટમાં લેવા આગને માત્ર 1 મીનીટ અને 38 સેકન્ટ લાગી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગરમી અને બેચેની અનુભવતા દર્દી માટે ટેબલ ફેન રાખવામાં આવ્યો હતો એ દુર્ઘટનાનું કારણ બન્યો હતો.

ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આઈસીયુના સીસીટીવી ફુટેજમાં પ્લાસ્ટીક પડદા અને રબ્બરના બેડ પર સવાર થઈ આગ ઝડપથી ફેલાઈ હતી. 1 મીનીટ અને 38 સેકન્ટમાં આઈસીયુ ગાઢ ધુમાડામાં ઘેરાઈ ગયું હતું. ગુરુવારે મયસ્કે સાધારણની ગંભીર બીમાર કોવિડ 19ના 8 દર્દીઓ ચોથા માળે આવેલા આઈસીયુમાં આગ ફાટી નીકળી ત્યારે ગુંગળાઈ મર્યા હતા. દર્દીને બચાવવા જતાં પીપીઈ આગની જવાળામાં આવી જતાં એક પેરામેટ્રીક સ્ટાફને 21% દાઝવાની ઈજા થઈ હતી.

તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ટેબલફેન આગવું મૂળ કારણ હોવાની પુરી શકયતા છે. મેડીકલ ઈકિવપમેન્ટની સાથે એક જ લોકેટમાં આ ફેન પ્લગ કરવામાં આવ્યો હતો. ડીસીપી રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમે ફોરેન્સીક સાયન્સ એકસપર્ટસના રિપોર્ટની વાટ જોઈ રહ્યા છીએ, પણ પ્રાથમીક રિપોર્ટ સૂચવે છે કે તણખાના કારણે આગ ભભૂકી હોઈ.

સૂત્રોએ જણાવ્યું હતું કે હોસ્પિટલના એક ટ્રસ્ટી ભરત મહંતની પુછપરછ કરવામાં આવી હતી. તેમણે હોસ્પિટલના પક્ષે કોઈ ખામી રહી હોવાનો ઈન્કાર કર્યો હતો. ડીસીપીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement