આજે 8મી તારીખે 8 ગૃહોનો અદભૂત ખગોળીય નજારો

08 August 2020 06:03 PM
India
  • આજે 8મી તારીખે 8 ગૃહોનો અદભૂત ખગોળીય નજારો

સુર્યાસ્ત બાદ આખી રાત દરમિયાન ગુરુ, શનિ, ચંદ્ર, મંગળ, શુક્ર, નેપચ્યુન, યુરેનસ ગ્રહના દર્શન થશે

નવી દિલ્હી તા.8
આજે રાત્રે પુર્વ દિશામાં દુર્લભ અને અદભૂત ખગોળીય ઘટનાનો નજારો જોવા મળશે. ચંદ્ર, મંગળ, બુધ સહિત સૂર્ય મંડળના 8 ગ્રહ સુર્યાસ્ત બાદ સાંજે 7.30 વાગ્યા બાદ એક સાથે જોવા મળશે. ભોપાલની વિજ્ઞાન પ્રચારક સારિકા ધારુએ જણાવ્યું હતું કે 360 ડીગ્રીમાં ચકકર લગાવતા આ ગ્રહ પૃથ્વીની સામે રહેશે. આ સ્થિતિમાં આજે 8મી ઓગષ્ટે સૂર્યાસ્ત બાદ લગભગ 7.30 વાગ્યાથી ગુરુ ગ્રહ દેખાશે. ત્યારબાદ વલયવાળો ગ્રહ શનિ દેખાશે. રાત્રે 9 વાગ્યે નેપચ્યુનનો ઉદય થશે. લાલ ગ્રહ મંગળ 11 વાગ્યે જોવા મળશે. મધ્યરાત્રી 12 વાગ્યે યુરેનસના દર્શન થશે. રાત્રે 3 વાગ્યા બાદ સૌથી વધુ ચમકદાર ગ્રહ શુક્ર પુર્વ દિશામાં ઉદય થશે. સૂર્યોદયની કેટલીક મીનીટો પહેલા લગભગ 5 વાગ્યે સૂર્યમંડળનો પ્રથમ ગ્રહ બુધ જોવા મળશે. આ ગ્રહોની સાથે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર જોવા મળશે.


Related News

Loading...
Advertisement