સોની સબ પર ટુંક સમયમાં શરૂ થવા જઇ રહી છે તેરા યાર હૂં મૈ

08 August 2020 05:48 PM
Entertainment
  • સોની સબ પર ટુંક સમયમાં શરૂ થવા જઇ રહી છે તેરા યાર હૂં મૈ

રાજકોટ તા.8
સોની સબ પર નવી મૈત્રી શરૂ થઈ રહી છે, કારણ કે ભારતની અગ્રણી હિંદી જીઈસી ટૂંક સમયમાં જ નવોનક્કોર શો તેરા યાર હૂં મૈ લાવી રહી છે. આ શો જયપુરના બંસલ પરિવારના જીવન પર આધારિત છે, જે વાર્તા પિતા અને પુત્રના સંબંધો પર કેન્દ્રિત છે. જેમાં પિતા રાજીવ તરીકે સુદીપ સાહિર અને ટીનેજ પુત્ર ઋષભ તરીકે અંશ સિંહાએ ભૂમિકા ભજવી છે.

રાજીવ આજના સમય સાથે ખભેખભા મિલાવી રાખવા અને તેના પુત્રના જીવનનો હિસ્સો બનવા માટે સુસજ્જ છે. આ કરવા માટે તે અસલ અને વર્ચ્યુઅલ જીવનમાં ઋષભનો મિત્ર બનવાનો અભિગમ લે છે. જોકે તેનો પુત્ર પિતાનો મિત્ર બનવામાં સંકોચ અને શરમ અનુભવે છે, જે રાજીવ માટે મોટો ફટકો છે. ઋષભ પિતાનો પ્રેમ અને આદર કરે છે ત્યારે તે તેના પૂરતું સીમિત રાખવા માગે છે અને પિતાને પોતાના જીવનમાં ઘૂસેલો સાથી બનાવવા માગતો નથી.

સોની સબ પર જીવનને સ્પર્શતો આ શોમાં સુદીપ સાહિર જવાબદાર અને પ્રગતિશીલ પિતા રાજીવ બંસલની ભૂમિકામાં છે, જે તેના પુત્ર ઋષભને અસલ જીવનનો હીરો બનાવવા માગે છે. અભિનેત્રી શ્વેતા ગુલાટી સ્વતંત્ર માતા જાહન્વી બંસલ બની છે, જે રાજીવને બાળકોની નિકટ કઈ રીતે જવું તે વિશે વિવિધ રીત સમજાવે છે. અંશ સિંહા આજની પેઢીના ઊર્જાશીલ અને મૂડી ટીનેજર ઋષભની ભૂમિકામાં જોવા મળવાનો છે. રાજેન્દ્ર ચાવલા ક્રિકેટ માટે શોખ સાથેનો શિસ્તબદ્ધ દાદા છે અને જયા ઓઝા વહાલી દાદી છે.


Related News

Loading...
Advertisement