વડોદરા ભાજપના ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સીમાંથી એલપીજી ચોરવાનું રેકેટ ઝડપાયું

08 August 2020 05:41 PM
Vadodara Gujarat
  • વડોદરા ભાજપના ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સીમાંથી એલપીજી ચોરવાનું રેકેટ ઝડપાયું

જીતેન્દ્ર સુખડીયાના પુત્રની એજન્સીમાંથી સીલીન્ડર મેળવતા બે ટેમ્પો ડ્રાઈવર તથા અન્ય એકની પૂછપરછ : જો કે સુખડીયાનું કનેકશન મળ્યું નથી

રાજકોટ,તા. 8
વડોદરાના ધારાસભ્ય અને ભાજપના અગ્રણી જીતેન્દ્ર સુખડીયાના પુત્ર એલપીજી રેકેટમાં ફસાયા છે. વડોદરામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઇકાલે રાંધણ ગેસના સીલીન્ડરમાંથી ગેસ ચોરીનું એક મોટુ રેકેટ ઝડપી લેવામાં આવ્યું હતું અને તેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ટેમ્પો ડ્રાઈવર ઉપરાંત એલપીજી, ગોડાઉનમાં કામ કરતા એક વ્યક્તિનો સમાવેશ થાય છે અને તેમાં ગેસ એજન્સીના માલિક તરીકે હિરેન સુખડીયાનું નામ જાહેર થયું છે.

ટેમ્પોના બે ડ્રાઈવર સુખડીયાની ગેસ એજન્સી પાસેથી ગેસ સીલીન્ડર મેળવતા હતા અને તેઓ જલારામનગર ખાતેના એક ગોડાઉનમાં તે લઇ જતા હતા અને બાટલામાંથી ગેસની ચોરી કરાતી હતી. આ પ્રકારના રેકેટ લગભગ દરેક મોટા શહેરોમાં ચાલુ છે અને તેમાં ગેસ એજન્સીના માલિકોની પણ સંડોવણી હોય છે.

વડોદરામાં ભાજપના ધારાસભ્ય સુખડીયાના પુત્રની ગેસ એજન્સીમાંથી અપાતા સીલીન્ડરમાંથી ગેસની ચોરી થઇ છે. જો કે તેમાં હજુ હિરેન સુખડીયાનું કનેકશન જાહેર થયું નથી અને પોલીસે તે અંગે હજુ માહિતી જાહેર કરી નથી. સંભવ છે કે સુખડીયાની જાણ બહાર ગેસચોરી ચાલતી હોય અને ફક્ત તેના એજન્સીના માણસો સંડોવાયા હોય તેવી શક્યતા છે.


Related News

Loading...
Advertisement