ડીપ્લોમાંની 55 હજાર બેઠકો સામે 30 હજાર પ્રવેશ ફોર્મ સબમીટ

08 August 2020 05:25 PM
Rajkot Saurashtra
  • ડીપ્લોમાંની 55 હજાર બેઠકો સામે 30 હજાર પ્રવેશ ફોર્મ સબમીટ

આજે ઓનલાઈન એડમીશન ફોર્મ સબમીટ કરાવવાનો અંતીમ દિવસ: તા.14થી18 દરમિયાન મોકરાઉન્ડ

રાજકોટ તા.8
એડમીશન કમીટી ફોર ટેકનીકલ કોર્ષીસ દ્વારા રાજયભરની ડીપ્લોમા (પોલીટેકનીક) કોલેજો માટે શરૂ કરાયેલી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં આજે પ્રવેશફોર્મ સબમીટ કરવાનો અંતિમ દિવસ હોય અત્યાર સુધીમાં 30 હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશફોર્મ સબમીટ કરાવેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજયમાં ડીપ્લોમાં કોલેજોની સંખ્યા 140 જેટલી છે જેની બેઠકો હવે ઘટીને 55 હજાર જેટલી થવા પામેલ છે. આ વખતે બોર્ડના પરિણામ બાદ ડીગ્રી-ડીપ્લોમાં કોલેજો માટે પ્રવેશ પ્રક્રિયા મોડી શરુ થવા પામી છે. જેમાં ડીપ્લોમાં કોલેજોના પ્રવેશ માટે આજે પ્રવેશફોર્મ સબમીટ કરવાનો અંતિમ દિવસ હોય અત્યાર સુધીમાં 55 હજાર બેઠકો સામે અંદાજે 30 હજાર પ્રવેશફોર્મ સબમીટ થવા પામેલ છે.

જયારે ડીગ્રી ઈજનેરી પ્રવેશ માટે પ્રવેશફોર્મ સબમીટ કરવાની મુદત લંબાવવામાં આવી હોય ડીગ્રી ઈજનેરી કોલેજોની 62 હજાર બેઠકો સામે અત્યાર સુધીમાં 25 હજાર પ્રવેશફોર્મ સબમીટ થવા પામેલ છે.

ડીપ્લોમા કોલેજોના પ્રવેશ માટે પ્રવેશફોર્મ સબમીટ કરાવાની મુદત આજે પૂર્ણ થયા બાદ તા.14થી18 ઓગષ્ટ દરમિયાન પ્રથમ પ્રવેશ રાઉન્ડ હાથ ધરવામાં આવનાર છે.


Related News

Loading...
Advertisement