પીપળીયા ગામ, શિવાજી ટાઉનશીપ અને કીડવાઈનગરમાંથી જુગાર રમતા 18 ઝડપાયા

08 August 2020 05:24 PM
Rajkot Saurashtra
  • પીપળીયા ગામ, શિવાજી ટાઉનશીપ અને કીડવાઈનગરમાંથી જુગાર રમતા 18 ઝડપાયા

જુગારના પટ્ટમાંથી પોલીસે રૂા.51 હજારની રોકડ કબ્જે કરી

રાજકોટ તા.8
શહેરના જુદા-જુદા પોલીસ મથક દ્વારા ત્રણ સ્થળોએ જુગારના અખાડા પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 18 જુગારી ઝડપાયા હતા. દરોડામાં રૂા.51480ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

પ્રદ્યુમનનગર પોલીસે છત્રપતિ શિવાજી ટાઉનશીપના વીંગ-જીમાં સાતમાં માળે દરોહો પાડયો હતો જયાં પતા ટીંચતા મહેશ ઉર્ફે ટકરુ કરશનભાઈ ગુરબાણી (ઉ.વ.45, રહે. પરસાણાનગર શેર નં.2) ભગવાનભાઈ ગુલુમલ દેવાણી (ઉ.વ.39, રહે. રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ), દીપક ભગવાનદાસ હતો. જયાં પતા ટીંચતા મહેશ ઉર્ફે ટકરુ કરશનભાઈ ગુરબાણી (ઉ.વ.45, રહે. રેલનગર- છત્રપતિ શિવાજી ટાઉનશીપ), ભગવાનભાઈ ગુલુમલ દેવાણી (ઉ.વ.39, રહે. રેલ ટેકવાણી (ઉ.વ.40, રહે. રેલનગર શ્રદ્ધા રેસીડેન્સી શેરી નં.2)ને દબોચી લઈ રૂા.11800ની રોકડ રકમ જપ્ત કરી હતી.

રૈયારોડ પર કીડવાઈનગર ચંદનપાર્કમાં જુગાર રમતા મોહીતસિંહ પ્રવિણસિંહ પરમાર (ઉ.વ.22, રહે. કીડવાઈનગર ચંદનપાર્ક), ભગીરથસિંહ હેમંતસિંહ ડાભી (ઉ.વ.33, રહે. ચંદનપાર્ક), જય હરેશભાઈ કોટક (ઉ.વ.25, રહે. રાધાપાર્ક સિનર્જી હોસ્પીટલ સામે), પિયુષ જીતેન્દ્ર અડેચા (ઉ.વ.37, રહે. હાથીખાના મેઈનરોડ શેરી નં.7), ધાર્મિક રમેશભાઈ હિરાણી (ઉ.વ.20, રહે. દર્શન પાર્ક મેઈનરોડ, સત્યમ રેસીડેન્સી), રીયાઝ ફરીદભાઈ મીરની (ઉ.વ.28, રહે. યુનિવર્સિટી રોડ, અમરનાથ પાર્ક), લાલજી રામાભાઈ સાટીયા (ઉ.વ.25, રહે. નટરાજનગર, સાધુવાસવાણી રોડ), કરણ નિલેષભાઈ રાવરાણી (સાધુવાસવાણી રોડ, યોગીનગર)ને યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી ઝડપી લીધા હતા, અને રૂા.34430ની રોકડ રકમ કબ્જે કરી હતી. પીપળીયા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતા હિતેષભાઈ હરીભાઈ ઉકાવા, ગૌતમભાઈ જયંતીભાઈ ઝીંઝુવાડીયા, રમેશભાઈ મનસુખભાઈ ઝીંઝુવાડીયા, કીશોરભાઈ દેવશીભાઈ ઝીંઝુવાડીયા, સુરેશભાઈ રણછોડભાઈ ચારોલા અને વિપુલભાઈ જયંતીભાઈ ચારોલા પકડાયા હતા.

કુવાડવા રોડ પોલીસે રૂા.5250 કબ્જે કરી ધારાધોરણ મુજબ ગુનો નોંધ્યો હતો.


Related News

Loading...
Advertisement