અમદાવાદ અગ્નિકાંડમાં દર્દીઓને બચાવનારા બે પોલીસ જવાનને કોરોના

08 August 2020 05:22 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ અગ્નિકાંડમાં દર્દીઓને બચાવનારા બે પોલીસ જવાનને કોરોના

અમદાવાદ તા.8
નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગના બનાવમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના કોરોના પોઝીટીવ દર્દીઓને નવરંગપુરા પોલીસે બચાવી અન્ય હોસ્પીટલમાં ખસેડયા હતા. દર્દીઓને બચાવનારની કામગીરી કરનારા પોલીસ કર્મીઓ પૈકી બે પોલીસ કર્મીઓને ખાંસી અને તાવના લક્ષણો જણાયા છે. જેથી અન્યો પોલીસ અધિકારી/કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આગ બુઝાવવાની કામગીરી કરનારા ફાયરબ્રિગેડના 40 જવાનો પણ હાલમાં સેલ્ફ હોમ કવોરન્યાઈન કરી દેવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતા જ ફાયરના એડીશ્નલ ચીફ ઓફીસર રાજેશ ભટ્ટ સહીત 40 જેટલા ફાયરના જવાનો અને 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.


Related News

Loading...
Advertisement