કોવીડ સેન્ટરમાં દાખલ ગોંડલ સબ જેલનાં કેદીનાં ટીફીનમાંથી ભાતમાં છુપાવેલી બીડી અને તમાકુ મળ્યા !

08 August 2020 05:21 PM
Gondal Rajkot Saurashtra
  • કોવીડ સેન્ટરમાં દાખલ ગોંડલ સબ જેલનાં કેદીનાં ટીફીનમાંથી ભાતમાં છુપાવેલી બીડી અને તમાકુ મળ્યા !

તબીબને શંકા જતા સીકયોરીટીને જાણ કરાઇ : રજીસ્ટર જોતા કેદીના સબંધી તેમાં ખોટા ફોન નંબર લખાવતા’તા : પોલીસે તપાસ આદરી : કેદીઓને ઘરનું આપવાની મનાઇ

રાજકોટ તા.8: રાજકોટ સિવિલ હોસ્પિટલનાં કોવીડ સેન્ટરમાંથી અગાઉ કેદી ભાગી ગ્યાની ઘટના બની હતી. હાલ કેદીઓ માટે ઘરેથી આવતા ટીફીનમાં બીડી અને તમાકુ મળી આવતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી છે. આ મામલે કોવીડ વિભાગના સીસીટીવીથી મોનીટરીંગ કરવામાં આવશે તેવું જાણવા મળી રહયુ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સિવિલ હોસ્પિટલનાં કોવીડ સેન્ટરમાં ત્રીજા અને ચોથા માળે કેદીઓ માટે પ્રિઝનર વોર્ડ બનાવાયો છે. આ વોર્ડમાં કેટલાક દિવસથી બીડી પીવાતી હોવાની ફરિયાદો તબીબો તરફથી મળી હતી.સ જેથી સિકયોરીટી વિભાગનાં ઇન્ચાર્જ અને સ્ટાફે સતત વોચ રાખવાનું શરૂ કરી દીધુ હતુ. તેમજ કોવીડ સેન્ટરમાં સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ થતુ હોય જેથી સીસીટીવી કેમેરાનાં ફુટેઝ જોવામાં આવતા દરમિયાન રાત્રીના ચોથા માળે રખાયેલા ગોંડલના કેદી ફિરોઝ જાકીરભાઇને ઘરનું ટીફીન આપવામાં આવ્યુ હોય.

આ ટીફીનના તમામ ખાનાઓ સિકયોરીટીએ ચેક કરતાં ભાત મુકવામાં આવ્યા તે ખાનામાં બીડી અને તમાકુ મળી આવ્યા હતાં જેથી સિકયોરીટી ઇન્ચાર્જ અને પ્રિઝનર વોર્ડ પાસે રહેલા પોલીસ સ્ટાફને જાણ કરાઇ હતી. અમુક કેદીઓ ગુટખા પણ ખાતા હોવાની ફરિયાદો તબીબો દ્વારા મળી હતી. જેથી હવે કેદીઓ માટે આવતા ઘરના ટીફીન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઘરેથી હવે માત્ર ફ્રુટ જ આપવામાં આવશે.

હાલ કોવીડ સેન્ટરમાં સીસીટીવી મારફતે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement