સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં કોરોના બેફામ : વધુ 282 પોઝિટીવ

08 August 2020 05:15 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં કોરોના બેફામ : વધુ 282 પોઝિટીવ

છેલ્લા 24 કલાકમાં રાજકોટ-90, જામનગર-61, ગીર સોમનાથ-23, અમરેલી-21, ભાવનગર-37, મોરબી-13, પોરબંદર-બોટાદ-9 અને દ્વારકા જિલ્લામાં 2 પોઝિટીવ કેસ

રાજકોટ,તા. 8
સૌરાષ્ટ્રભરના જુદા-જુદા જિલ્લાઓમાં પવિત્ર શ્રાવણ માસમાં કોરોના વાઈરસ કેસોમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. વાદળિયા વાતાવરણ હળવા ભારે વરસાદના દૌરમાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો છે. સાથે મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. 24 કલાકમાં 282 કેસ નોંધાયા છે.

રાજકોટ
રાજકોટ જિલ્લામાં ગઇકાલે વધુ 90 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં રાજકોટ કોર્પોરેશન વિસ્તારનાં 58 અને તાલુકા-ગ્રામ્ય વિસ્તારના 32 કેસ નોંધાયા હતા.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ગઇકાલે વધુ 17 તથા કેસ નોંધાયા હતા.

બોટાદ
બોટાદ જિલ્લામાં કોરોના વાઈરસનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9 પોઝિટીવ કેસ નોંધાયા હતા.

પોરબંદર
દરિયાઈ વિસ્તારના પોરબંદર જિલ્લામાં કોરોના વાઈરસના 24 કલાક દરમિયાન વધુ 9 પોઝિટીવ કેસ નોંધાયા હતાં.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસોની વિગતો જાહેર કરવામાં થઇ રહેલા વિચિત્ર ફેરફારો લોકો શંકા ઉપજાવી રહ્યાની જોરશોરથી ચર્ચા સાથે તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે. ગઇકાલે ગીર સોમનાથ જિલ્લામાં 23 પોઝીટીવ આવેલ છે જેમાં જિલ્લાના મુખ્ય મથક વેરાવળનાં 12 કેસો છે. બીજી તરફ કોરોનાની સારવાર હેઠળના 23 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવી છે.

જામનગર
જામનગર જિલ્લામાં ગઇકાલે મુખ્યમંત્રીની મુલાકાત વેળાએ નવા 61 પોઝિટીવ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં ગઇકાલે ત્રણ રાઉન્ડના અંતે રાત્રિ સુધીમાં 53 દર્દીઓના રિપોર્ટ આવ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 8 પોઝિટીવ કેસ નોંધાતા કુલ 61 પોઝિટીવ કેસ નોંધાયા હતા. 24 કલાકમાં 6 દર્દીઓના મોત થયા હતા પરંતુ તંત્ર દ્વારા મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાને લઇ જાહેરાત કરવામાં આવી ન હતી.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણમાં ગઇકાલે વધુ 17 પોઝિટીવ કેસ નોંધાયા હતા. સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે.

ભાવનગર
ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 37 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 1749 થવા પામી છે. આમ જિલ્લામાં નોંધાયેલા 1749 કેસ પૈકી હાલ 434 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1278 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે તેમજ જિલ્લામાં 30 દર્દીઓનું અવસાન થયેલ છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટીવનાં વધુ 21 કેસ સામે આવેલ છે. જિલ્લામાં સંક્રમિતોની કુલ સંખ્યા 584 સુધી પહોંચી ગઇ છે તો મૃત્યુઆંક 2નો વધારો થતાં કુલ મૃત્યુઆંક 18 થયો છે. 380 ડિસ્ચાર્જ થયા છે અને હાલ 186 દર્દીઓની સારવાર શરુ છે.

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો કહેર હવે દિવસે દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે આ સાથે આજે વધુ ત્રણ કેસ સાથે જિલ્લામાં કોરોનાએ સદી ફટકારી હોય તેમ કુલ આંકડો એકસો સુધી પહોંચી ગયો છે. આ વધુ ત્રણ પોઝીટીવ કેસ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટીવનો કુલ આંકડો 100 થયો છે.

મોરબી
મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો જ થઇ રહ્યો છે. ત્યારે ગઇકાલનાં દિવસમાં નવા વધુ 13 કેસો આવ્યા છે જેથી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 450 થાય છે. ગઇકાલનાં દિવસમાં વધુ 15 કોરોના પોઝીટીવ દર્દીને રજા આપવામાં આવી છે જેથી કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 263 થઇ છે અને હાલમાં કોરોના 153 કેસ જિલ્લામાં એક્ટીવ છે.

અમરેલી જિલ્લામાં આજે વધુ 15 પોઝિટીવ કેસ
અમરેલી જિલ્લામાં ગઇકાલે 21 પોઝિટીવ કેસ બાદ આજે શનિવારે તા. 8નાં રોજ વધદુ નવા 15 પોઝિટીવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. આજે રાજુલા, સાવરકુંડલા, બગસરા, અમરેલી, બાબરા તાલુકામાં કેસ નોંધાયા હતાં. જિલ્લામાં કુલ પોઝીટીવ આંક 599 પર પહોંચ્યો છે. હાલ 186 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં કુલ મૃત્યુઆંક 18 થયો છે.


Related News

Loading...
Advertisement