28 દિવસ નાણાવટી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ આજે નેગેટીવ આવ્યો

08 August 2020 05:00 PM
Entertainment
  • 28 દિવસ નાણાવટી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ આજે નેગેટીવ આવ્યો

ટવીટર પર લખ્યું મે કહ્યું હતું ને કોરોનાને હરાવી દઇશ, હોસ્પિટલના સ્ટાફનો માન્યો આભાર

મુંબઇ તા.8
મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં 28 દિવસથી દાખલ અભિષેક બચ્ચનનો આજે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાં પરિવારમાં હાશકારો જોવા મળ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટવીટર પર આપતા લખ્યું કે વચન વચન હોય છે, આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. મે તમને કહ્યું હતું કે હું આને હરાવી દઇશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારા સૌનો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોકટર્સ, તથા નર્સિંગ સ્ટાફનો પણ ઘણો આભાર માન્યો હતો. અભિષેક બચ્ચન 11 જુલાઇએ સાંજે હોસ્પિટલમાં દાખલ થયા હતા.


Related News

Loading...
Advertisement