65 વર્ષથી વધુ વય ધરાવતા કલાકારો પણ શુટીંગ કરી શકશે

08 August 2020 10:54 AM
Entertainment India
  • 65 વર્ષથી વધુ વય ધરાવતા કલાકારો પણ શુટીંગ કરી શકશે

મુંબઇ : બોમ્બે હાઇકોર્ટે 65 વર્ષથી ઉપરના લોકોને શુટિંગમાં કામ કરવાની પરવાનગી આપી છે. કોરોનાને કારણે મોટી ઉંમરના લોકોને શૂટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એથી પ્રમોદ પાન્ડેએ સરકારના આ નિયમને પડકાર આપતાં એક અરજી દાખલ કરી હતી. અનલોકની સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે ફિલ્મો અને સિરિયલનું શૂટિંગ કરવાની પરવાનગી તો આપી છે. પરંતુ જે વ્યકિતની ઉંમર 65 કરતાં વધુ હોય તેમને શુટિંગ કરવાની પરમિશન નથી આપવામાં આવી.

IMPAAએ પ્રમોદ પાન્ડે સાથે મળીને મુંબઇ હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. એથી આજે જે આદેશ આપવામાં આવ્યો છે એ પ્રમાણે કોઇના પર પણ ઉંમર મુજબ કામ કરવાનો પ્રતિબંધ ન મુકી શકાય. જોકે તમામ બિઝનેસને સાવચેતીનાં પગલાં લેવાનો આદેશ અપાયો છે.


Related News

Loading...
Advertisement