પ્રિયંકાને અસ્થમા તથા નિકને ડાયાબીટીઝ છે

08 August 2020 10:52 AM
Entertainment
  • પ્રિયંકાને અસ્થમા તથા નિકને ડાયાબીટીઝ છે

લોસ એન્જલસ: પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેને અસ્થા હોવાથી અને નિક જોનસને ટાઇપ 1 ડાયાબિટીઝ હોવાથી લોકડાઉનમાં વધુ ધ્યાન રાખવું પડે છે. પ્રિયંકા અને નિકનાં લગ્ન 2018માં થયા હતા. હાલમાં પ્રિયંકા અમેરિકામાં છે.

કોરોના કાળમાં વધુ કાળજી રાખવા વિશે પ્રિયંકાએ કહયું હતું કે મને આસ્થા છે અને મારા હસબન્ડને ટાઇપ 1 ડાયાબિટીઝ છે. એથી અમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. જોકે ઘણા બધા ઝુમ કોલ્સ અને ઝુમ બ્રન્ચીસ હોય છે. અમારા ફ્રેન્ડસ અને ફેમિલી ઘણાબધા છે. તાજેતરમાં જ ફેમિલીમાં અનેક બર્થ-ડે પણ હતા. એથી અમે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરતાં લંચ કર્યુ હતુ. જો તમે ફેમિલી અને ફ્રેન્ડસની સાથે કનેકટ થઇ શકતા હો પછી એ ભલે વર્ચ્યુઅલી કે સોશ્યલ ડિસ્ટન્સ રાખીને હોય તો તમને એક પ્રકારે નોર્મલ્સીની લાગણી આવે છે.

લોકડાઉનમાં તે કેવી રીતે સમય પસાર કરે છે એ વિશે પ્રિયંકાએ કહયું હતું કે એક ક્રીએટિવ વ્યકિત તરીકે કવોરન્ટીનમાં અનેક પ્રોજેકટસ મારે જતા કરવા પડયા હતા. મેં કેટલાક શો અને મૂવીઝ ડેવલપ કર્યા મારી બુક પુરી કરી. આ મારા માટે સારો સમય રહયો.


Related News

Loading...
Advertisement