જૂનાગઢ-પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : અડધાથી છ ઇંચ વરસાદ

07 August 2020 07:07 PM
Junagadh Politics Saurashtra
  • જૂનાગઢ-પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : અડધાથી છ ઇંચ વરસાદ
  • જૂનાગઢ-પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : અડધાથી છ ઇંચ વરસાદ
  • જૂનાગઢ-પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : અડધાથી છ ઇંચ વરસાદ
  • જૂનાગઢ-પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : અડધાથી છ ઇંચ વરસાદ
  • જૂનાગઢ-પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : અડધાથી છ ઇંચ વરસાદ
  • જૂનાગઢ-પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : અડધાથી છ ઇંચ વરસાદ
  • જૂનાગઢ-પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : અડધાથી છ ઇંચ વરસાદ

જન્માષ્ટમીનાં તહેવારો પૂર્વે ગુજરાતના 222 તાલુકામાં સાર્વત્રિક વરસાદ : ગિરનાર પર્વત પર 8 ઇંચ વરસાદ : પોરબંદર-કુતિયાણામાં 5-પ, રાજકોટ, અમરેલી, જિલ્લામાં 4 ઇંચ, સર્વત્ર મેઘમહેરથી ધરતી પુત્રોમાં આનંદ : દક્ષિણ-મઘ્ય ગુજરાત-કચ્છમાં અડધાથી ચાર ઇંચ વરસાદ

રાજકોટ તા.7
પવિત્ર શ્રાવણ માસમાં જન્માષ્ટમીનાં તહેવારો પૂર્વે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનાં 222 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદથી નદી-નાળાઓ વહેતા થયા છે. ચેકડેમો-તળાવો છલકાયા છે. જળાશયોમાં નવા નીરની આવક સાથે ખેતી પાકોને ફાયદો થતા વર્ષ સારૂ નિવડવાની આશા સાથે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
બંગાળની ખાડીમાં ચાલુ સપ્તાહનાં પ્રારંભે સર્જાયેલા લો-પ્રેશરના પગલે હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત મેઘમહેરના દૌરમાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી છે. સાથે ખેતી પાકોને ફાયદો થઇ રહ્યો છે.

ગુજરાતના પાટણ જિલ્લામાં અડધાથી સવા એક ઇંચ, બનાસકાંઠા અડધાથી પોણા બે ઇંચ, મહેસાણા અડધાથી બે ઇંચ, સાબરકાંઠા અડધાથી બે ઇંચ, અરવલી અડધાથી પોણા બે ઇંચ, ગાંધીનગરમાં હળવા ભારે ઝાપટા, વડોદરા જિલ્લામાં બે ઇંચ, દાહોદ જિલ્લામાં બે ઇંચ, ખેડા જિલ્લામાં પોણો ઇંચ વરસ્યો હતો. ભરૂચ, ડાંગ જિલ્લામાં એક, તાપી જિલ્લામાં અડધાથી બે ઇંચ, સુરત અડધાથી ત્રણ ઇંચ, નવસારી એકથી ચાર ઇંચ, કાલાવડ બે ઇંચ, સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં અડધાથી છ ઇંચ સાર્વત્રિક વરસાદથી તહેવારો પૂર્વે સૌરાષ્ટ્રની રોનક બદલાઇ ગઇ છે. જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા પર મેઘરાજા ઓળધોળ થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે 8 કલાક (24 કલાક) દરમિયાન નોંધાયેલા વરસાદની આંકડાકીય વિગતો જોતા
રાજકોટ
રાજકોટ જિલ્લામાં ધોરાજી-47 મીમી, ગોંડલ 36 મીમી, જામકંડોરણા 42 મીમી, જસદણ 22 મીમી, જેતપુર 111 મીમી, કોટડાસાંગાણી 62 મીમી, રાજકોટ 51 મીમી, ઉપલેટા 32 મીમી, વિંછીયા 80 મીમી,
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી 34 મીમી, સલાયા, ચોટીલા, ધ્રાંગધ્રા, વઢવાણમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.
મોરબી
મોરબી જિલ્લામાં ટંકારા 61 મીમી, મોરબી પપ મીમી, હળવદ પ4 મીમી વરસાદ નોંધાયો હતો.
જામનગર
જામનગર જિલ્લામાં અડધાથી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં લાલપુર 37 મીમી, જોડીયા 30 મીમી, જામજોધપુર 51 મીમી, જામનગર 28 મીમી, કાલાવડ ધ્રોલમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે થી ચાર ઇંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુર 111મીમી, ભાણવડ 110 મીમી, ખંભાળીયા 91 મીમી, દ્વારકા 66 મીમી વરસાદ નોંધાયો હતો.
પોરબંદર
પોરબંદર જિલ્લામાં કુતિયાણા 144 મીમી, પોરબંદર 114 મીમી, રાણાવાવ 139 મીમી વરસાદ નોંધાયો હતો.
અમરેલી
અમરેલી જિલ્લામાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજુલા-જાફરાબાદ તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં શિહોર પંથકમાં એક ઇંચ વરસાદ નોંધાયે અન્ય તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.
બોટાદ
બોટાદ જિલ્લામાં બોટાદ 34 મીમી, બરવાળા 20 મીમી, ગઢડા 81 મીમી, વરસાદ વરસ્યો હતો.
કચ્છ
કચ્છ પ્રદેશમાં અડધાથી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં અબડાસા 50 મીમી, મુંદ્રા 100 મીમી, અંજાર-ભચાઉ બે ઇંચ, માંડવી સવા ત્રણ ઇંચ, નખત્રાણા, ગાંધીધામમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં.

ગારીયાધારના વેળાવદરમાં ભારે વરસાદથી મકાનોમાં પાણી ઘુસ્યા : ગોહિલવાડ તરબોળ
ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલમાં અડધાથી સવા ઇંચ વરસાદ સાથે ગારીયાધારના વેળાવદર પંથકમાં મુશળધાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ગારીયાધારના વેળાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ગામમાં રહેણાંક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ગામના તળાવો છલકાયા હતા. ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે.

જેતપુર પંથકમાં ભારે વરસાદ: કાર સાથે પાણીમાં તણાયેલા વૃઘ્ધનું મોત
જેતપુર તાલુકામાં પવિત્ર શ્રાવણ માસમાં મેઘમહેર થતા નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. તળાવો-ચેકડેમો છલકાયા છે. જેતપુર પંથકમાં મેઘરાજાની સટાસટી સાથે નદીઓ ગાંડીતૂર બની છે. જેતપુરના પાંચપીપળા રોડ પર ગોરધન સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઇ વિઠ્ઠલભાઇ છાંટબાર (ઉ.વ.61) ગઇકાલે પોતાની કાર લઇ પેઢલા ગામેથી પસાર થતા હતા ત્યારે કાર સાથે પાણીના ખાડામાં ખાબકતા તણાઇ જતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે જાણ કરતા તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલા પાસે ઝાડ ધરાશાયી થતા હાઇવે એક કલાક બંધ : વાહનોની કતારો
અમરેલી જિલ્લામાં ગઇકાલે અનરાધાર વરસાદમાં રાજુલા-જાફરાબાદ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. સાવરકુંડલાના આંબરડી ગામ પાસે વૃક્ષ રાશાઇ થતાં રાજુલા હાઇવે માર્ગ એક કલાક બંધ થતા વાહનોની કતાર લાગી હતી. સાવરકુંડલાના કૃષ્ણગઢ ગામનો ફૂલઝર ડેમ 10 વર્ષ બાદ ઓવરફલો થતાં ગ્રામજનો અને ખેડૂતો પૂરા થયા છે. નદી-નાળાઓમાં પૂર સાથે સારા વરસાદથી ખેતી પાકોને ફાયદો થતા ખેડૂતોમાં ખુશી લહેર દોડી જવા પામી છે.

કેશોદમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ : બે કલાકમાં ત્રણ ઇંચ
કેશોદ શહેરમાં સવારના આઠથી રાત્રીના આઠ સુધીમાં પાંચ ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે. કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામી જતા માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. કેશોદમાં ચાલુ સીઝનનો કુલ 36 ઇંચ વરસાદ નોંધાયો છે. નદી-નાળા વહેતા થયા છે. ચેકડેમમાં પાણીની આવક થઇ છે.

ભારે વરસાદથી જૂનાગઢ-વડલા-ઉમાધામ ગાંઠીલા જતા માર્ગનો કોઝ વે ધોવાયો
ભાવિકો મેંદરડા બાયપાસથી ઉમાધામ આવવા અનુરોધ
ગઇખાલે ભારે વરસાદથી જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ઓઝત નદીમાં પૂર આવતા જૂનાગઢના વડલા-લુવાસર અને ધ્રૂફણીયાથી ઉમાધામ ગાંઠીલા જતા માર્ગનો કોઝ-વે ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો છે. પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ઉમાધામ ગાંઠીલામાં અનેક ભાવિકો શ્રાવણ માસમાં દર્શનાર્થે પધારતા હોય આ માર્ગમાં ઓઝત નદી પરનો પુલ ધોવાતા જૂનાગઢથી વાડલા-લુવાસર અને ધ્રુફણીયાથી ઉમાધામ ગાંઠીલા જતા માર્ગનો વાહન વ્યવહાર થંભી ગયો છે. આ પુલના રીપેરીંગ બાદ માર્ગ શરુ થશે. ભાવિકો ધુવાસર-ધ્રુફાણીયા માર્ગના બદલે જૂનાગઢ નવાગામ ચોકડી, કણઝા ફાટક અથવા મેંદરડા બાયપાસથી આવવા ગ્રામજનોની યાદીમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement