ચોટીલાનાં પાંચવડામાં વન વિભાગની હદમાં પશુઓ ઘુસી જતા યુવાનને લમધાર્યો

07 August 2020 03:47 PM
Surendaranagar
  • ચોટીલાનાં પાંચવડામાં વન વિભાગની હદમાં પશુઓ ઘુસી જતા યુવાનને લમધાર્યો
  • ચોટીલાનાં પાંચવડામાં વન વિભાગની હદમાં પશુઓ ઘુસી જતા યુવાનને લમધાર્યો

એફઆરઆઇ થતા ચકચાર : લોકોમાં રોષ : હોસ્પિટલે ટોળા વળ્યા

ચોટીલા, તા. 7
ચોટીલાનાં પાચવડા ગામે પશુ વનવિભાગ ની હદમાં ઘુસી જતા આજે ફોરેસ્ટ ગેસ્ટ હાઉસનાં રૂમમાં પુરી માલધારી યુવાનને મારમારતા સારવાર અર્થે યુવાન હોસ્પિટલ આવતા મામલો બિચક્યો છે
વન્ય કર્મી સામે અનેક આક્ષેપ અને રોષભેર પાચવાડાનાં લોકો હોસ્પિટલ દોડી આવતા ચકચાર મચેલ છે

મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે સારવાર માટે લવાયેલા યુવાને જણાવેલ કે ગઇ કાલે વરસાદ ને કડાકા ભડાકા ને કારણે પશુઓ જંગલ વિસ્તારમાં જતા રહેલ ત્યારે વિજયભાઇ નામનાં વન્ય કર્મી આવી ગયેલ, આજે ગામનાં માલધારી ત્રણ યુવાન વિજય ગોકળભાઇ સામંડ,વનરાજ કાનાભાઇ સામંડ, ખીમજીભાઇ લખમણભાઇ સામંડને સ્થાનિક આગેવાન ફોરેસ્ટ ઓફિસર પાસે લઈ ગયેલ હતા

જેમાંથી એક યુવાને રૂમ નં 4માં સેટી ઉપર બાંધી ચાર વન્ય કર્મીઓએ લાકડી વડે બેફામ મારતા સોડુ ઉપસી આવેલ તેમજ અન્ય એક ને ધોલ થપાટ મારી ઊઠબેસ કરાવી શારીરિક ટોર્ચર કરેલ મારને કારણે યુવાનો સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવેલ છે.

ગામનાં યુવાનોને માર મારતા સ્થાનિક આગેવાનો અને ગામલોકો મોટીસંખ્યામાં હોસ્પિટલ દોડી આવેલ અને ખોટી રીતે બેરહમીથી માર મારનાર અધિકારી સામે પોલીસ ફરીયાદ અને ન્યાયીક પગલા ભરવા માંગ કરી છે.

ઈજા પામનાર યુવાને તેમને ઢોર ચરાવવા બાબતે રજુ થવા ચોટીલા બોલાવી રૂપિયાની માંગણી કરી તેમજ માર માર્યાના બનાવમાં રોજાસરા સાહેબ તથા વિજયભાઇ સાથે બીજા બે લોકો હોવાનું જણાવેલ હતું.

વન્ય કર્મીઓએ પૈસાની માગણી કરી મારમારતા મામલો બિચક્યો હતો અને પોલીસ મથક સુધી પોહચેલ હતો પોલીસે ભોગબનનાર ફરીયાદી ખીમાભાઈ સામંડ ની ફરીયાદ લઈ આરોપી રોજાસરા અને વિજયભાઇ સામે ફરી તથા સાહેદને ગાળો આપી ધોલ ધપાટ અને ફરીયાદીને અલગ રૂમમાં બોલાવી રૂ. 1.30.000 ની માંગણી કરી પૈસા નહી આપતા લાકડાનાં સોટા વડે માર મારી મુંઢ ઇજા પહોચાડતા કોઇને જાણ નહી કરવાની કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સહિતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરેલ છે.


Loading...
Advertisement