કોરોનાના પગલે સારી કામગીરી બદલ ચોટીલા પી.આઈ. બી.કે.પટેલને સન્માન પત્ર એનાયત

07 August 2020 03:43 PM
Surendaranagar
  • કોરોનાના પગલે સારી કામગીરી બદલ ચોટીલા પી.આઈ. બી.કે.પટેલને સન્માન પત્ર એનાયત

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 7
સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ (કોવિડ-19) ની મહામારીનો સામનો કરી રહ્યું છે. સરકારશ્રીની સુચના પ્રમાણે પોલીસ વિભાગ દ્વારા આ લોકડાઉન દરમ્યાન અસર કારક કામગીરી કરવામાં આવી રહેલ છે. જેમાં આપણા કર્મનિષ્ઠ અને ઉમદા પ્રયત્નોથી આ કામગીરીમાં યશકલગી ઉમેરાયેલ છે.

આપની આ ફરજ નિષ્ઠા અને સરાહનીય કામગીરીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારના વડા તરીકે બિરદાવી અને જિલ્લા પોલસ વડા મહેન્દ્રભાઈ બગડીયા દવારા ચોટીલા પી.આઈ બી.કે.પટેલ ને સન્માન પત્ર એનાયત કરવા માં આવ્યું હતું.


Loading...
Advertisement