બિનઅનામત કક્ષાના વિદ્યાર્થીઓ તથા ધો. 9 થી 12ની કન્યાઓને ભોજન બીલમાં સરકારી સહાય વધી

07 August 2020 03:11 PM
Ahmedabad Education Gujarat Rajkot
  • બિનઅનામત કક્ષાના વિદ્યાર્થીઓ તથા ધો. 9 થી 12ની કન્યાઓને ભોજન બીલમાં સરકારી સહાય વધી

સરકારી અને ગ્રાન્ટેડ સિવાયની છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને રાહત : હવે પ્રતિમાસ રૂા. 1200ને બદલે રૂા. 1500 મળશે : ઓગસ્ટ માસથી અમલ

રાજકોટ,તા. 7
ગુજરાતમાં તાજેતરમાં ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થયો હોવાનું સ્વીકારતા રાજ્ય સરકારે હવે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને જેઓ સરકારી કે ગ્રાન્ટેડ છાત્રાલયમાં રહેતા નથી તેઓને ભોજન બીલમાં રૂા. 300નો માસિક વધારો આપવા નિર્ણય લીધો છે.

રાજ્યના સામાજિક-ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા તા. 6ના રોજ જાહેર થયેલા એક પરિપત્રમાં જણાવાયું છે કે બિનઅનામતના વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાના મેડીકલ, પેરામેડીકલ, ડેન્ટલમાં અભ્યાસ કરતા અને સરકારી કે ગ્રાન્ટેડ સિવાયના છાત્રાલયો કે જે કોઇપણ સમાજ, ટ્રસ્ટ કે સંસ્થાઓ દ્વારા ચલાવાતી હોય તેના વિદ્યાર્થીઓ ઉપરાંત કન્યા છાત્રાલય કે જે આ પ્રકારે ચાલતી હોય તેમાં ધો. 9 થી 12ની કન્યાના ભોજન બીલમાં હાલ જે પ્રતિમાસ રૂા.1200 આપવામાં આવે છે. તેના સ્થાને હવે રૂા. 1500 મળશે.

સરકાર દ્વારા આ રકમ દર વર્ષે 10 માસ સુધી આપવામાં આવે છે અને તે અત્યાર સુધી રૂા. 1200 મળતી હતી તે હવે રૂા. 1500 મળશે. સરકારે આ મુજબનો પરિપત્ર તમામ સંબંધિત વિભાગોને મોકલી આપ્યો છે અને તેનો અમલ 1 ઓગસ્ટ 2020થી શરુ કરવામાં આવશે. આમ સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ભોજન બીલમાં રૂા. 300નો વધારો આપ્યો છે જેના કારણે તેઓને મોટી રાહત મળશે. સરકારે આ યોજના માટે રૂા. 75 કરોડની જોગવાઈ ચાલુ વર્ષ માટે કરીછે.


Related News

Loading...
Advertisement