સોનાના ભાવે રૂા. 56,590નો નવો રેકોર્ડ બનાવ્યો

07 August 2020 02:57 PM
India
  • સોનાના ભાવે રૂા. 56,590નો નવો રેકોર્ડ બનાવ્યો

ચાંદીના ભાવમાં પણ જબરો ઉછાળો : વિશ્વમાં સલામત રોકાણ પાછળ યલો મેટલ મેળવવા દોટ

નવી દિલ્હી,તા. 7
સોનાના ભાવમાં વૈશ્વિક પગલે ભારતમાં પણ એક નવો ઉછાળો જોવા મળ્યો છે અને ભારતમાં એમસીએક્સ પર ગોલ્ડ ફ્યુચરનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂા. 220 વધીને રૂા. 56065ની નવી સપાટીએ પહોંચ્યો છે.

જ્યારે ચાંદીનો ભાવ રૂા. 1163 વધીને રૂા. 77,215 પ્રતિ કિલોની સપાટીએ છે. બજારમાં સોનાનો ભાવ દિલ્હીમાં રૂા. 250 વધી રૂા. 56,590ની સપાટીએ પહોંચ્યો હતો અને ચાંદીનો ભાવ રૂા. 1932 વધીને રૂા. 75,755ની નવી સપાટીએ પહોંચ્યો છે.

અમેરિકી ફેડરલ બેન્ક દ્વારા જે રીતે લીક્વીડીટી વધારવામાં આવી છે તે જોતા રોકાણકારોએ હવે સલામત રીતે રોકાણ કરવા અને અનિશ્ર્ચિતતા ટાળવા માટે સોના અને ચાંદી ભણી તેમનું રોકાણ વાળ્યું છે અને તેથી આ નવી ઐતિહાસિક સપાટીએ સોનાનો ભાવ પહોંચી રહ્યો છે. વૈશ્વિક માર્કેટમાં પણ સોનુ 2072.4591 ડોલર પ્રતિ અંશ નોંધાયો છે. સોનુ ચાલુ વર્ષે અંદાજે 35 જેટલુ વધી ગયું છે.


Related News

Loading...
Advertisement