લીંબડી હાઇવે પરનાં ગેરેજની તિજોરીમાંથી રૂા. 17 લાખની ચોરીમાં જાણભેદુ હોવાની સંભાવના : એફ.એસ.એલ. દ્વારા તપાસ

07 August 2020 02:37 PM
Surendaranagar
  • લીંબડી હાઇવે પરનાં ગેરેજની તિજોરીમાંથી રૂા. 17 લાખની ચોરીમાં જાણભેદુ હોવાની સંભાવના : એફ.એસ.એલ. દ્વારા તપાસ

તસ્કરોએ 600 કિલોની તિજોરી ટાયરનાં સહારે 200 ફુટ ઢસડી ચોરી કરી હતી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 7
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઇવે પર આવેલા પાર્થ ઓટો મોબાઇલ ગેરેજમાં ચોર ટોળકી ટાયર ના સહારે તેજુરી ખેંચી અને 600 કિલો ની તિજોરી 200 ફૂટ ઢસડી ગયા અને 17 લાખ રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ હાલમાં લીમડી પોલીસમાં નોંધાયેલ છે ત્યારે લીંબડી પોલીસે એફ.એસ.એલ.ની મદદ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની જાણવા મળી રહેલ વીગતો અનુસાર લીંબડી હાઇવે સર્કલ નજીક આવેલા પાર્થ ઓટો મોબાઇલ ગેરેજમાંથી તસ્કરો 600 કિલો ની તિજોરી તોડી ને 17 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટનાને પગલે એલસીબી અને સ્થાનિક પોલીસ ડોગ સ્કોર ફીગર પ્રીન્ટ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે લીંબડી નેશનલ હાઇવે સર્કલ નજીક આવેલ ગેરેજમાં રાત્રિના સમયે પાછળ દોડી પ્રવેશ્યા હતા

ગેરેજમાં ઉંચાઈએ આવેલી જીયોની ચેમ્બરમાં રાખેલી તિજોરી અને ટાયર ઉપર નાખી ઓફિસ થી નીચે ઉતરી હતી ત્યાંથી કાર રીપેરીંગ માટે વપરાતા જે ઉપર મૂકી 200 ફૂટ તિજોરી ઢસડી ગેરેજ બહાર કાઢી હતી નદી ખેતરમાં લઇ જઇ આસાન ફોટો નાખી તિજોરી તોડી અંદર રાખેલ આ લાખ રૂપિયા ચોરી કરી તસ્કરોની ગેંગ ફરાર થઈ ગઈ હતી.

ત્યારે સવારે સિક્યુરિટી ગાર્ડે ગેરેજ ના માલિક શૈલેષભાઈ ચૌહાણ ઘટનાની જાણકારી આપી હતી આ ઘટનાની જાણકારી આપતા શૈલેષભાઈ લીંબડી પોલીસને જાણકારી આપતા પીએસઆઇ એસ એસ વરુ તેમજ એલસીબી પી.આઈ ઢોલ સાહેબ તેમજ તેમનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસે શૈલેષભાઈ ચૌહાણને પૂછપરછ કરવામાં આવતા તેમને જણાવ્યું કે ગત માસની મોટાભાગની કેસ અમે તિજોરીમાં રાખી હતી અને કોરોના ના કારણે બેંકમાં ઓછા જઈ જતા હોવાનું જણાવ્યું હતું

અને છ તારીખે કારીગરોનો પગાર અને એક લોટ રાખ્યો હતો તેનો દસ્તાવેજી કરાવવાનો હતો એની પહેલા ઘટના બની ગઈ એમને પોલીસ ટીમ પર પૂરો ભરોસો છે કે તેઓ હમણાં પરસેવાની કમાણી પાછી લાવી આપશે તેવું જણાવ્યું છે જ્યારે પી.એસ.આઇ વરુ જણાવ્યાનુસાર જાણભેદુ હોવાની શક્યતા સેવાઇ રહી છે અને હાલમાં એફ.એસ.એલ કડીરૂપ બની અને તપાસ હાથ ધરી છે અને તાત્કાલિક ધોરણે આરોપીઓ ઝડપાઈ જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Loading...
Advertisement