કચ્છમાં માતાનાં મઢ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઇ

07 August 2020 02:30 PM
kutch
  • કચ્છમાં માતાનાં મઢ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઇ
  • કચ્છમાં માતાનાં મઢ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઇ

પ્રદેશ પ્રમુખ ચાવડા, વિપક્ષી નેતા ધાનાણી સહિતનાં નેતાઓ હાજર રહ્યા

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 7
અબડાસા વિધાનસભા સ્થિત માં આશાપુરા (માતાના મઢ) ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ની મિટિંગ યોજાઇ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશ ભાઈ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને યુવા પાટીદાર નેતા શ્રી હાર્દિકભાઈ પટેલ અને દસાડા લખતર અને લીંબડી નળકાંઠાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા વગેરે એ જિલ્લામાંથી આવેલા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશ ભાઈ ધાનાણી અને દસાડા લખતર અને લીંબડી નળકાંઠાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ વી .કે. હુંબલ વગેરે એ કચ્છ જિલ્લાના નખત્રાણા સ્થિત પૌરાણિક મંદિર પુવરેશ્વર મહાદેવજીનાં શરણે શીશ ઝુકાવી અને સર્વેના કલ્યાણની કામના સહ કોરોનાની વૈશ્વિક મહામારીથી મુક્તિ અપાવવા માટે અંતર મનથી પ્રાર્થના કરી હતી.


Loading...
Advertisement