સુરેન્દ્રનગર ન.પા. દ્વારા કચરો ઉપાડવાના નાણાનો દૂરઉપયોગ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ

07 August 2020 02:26 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર ન.પા. દ્વારા કચરો ઉપાડવાના નાણાનો દૂરઉપયોગ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ

શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ કમલેશ કોટેચાની સરકારમાં રજૂઆત

(ફારૂક ચૌહાણ)
વઢવાણ,તા. 7
સુરેન્દ્રનગર ન.પા. દ્વારા જે કચરો ઉપાડવા પૈસા ખર્ચાય રહ્યા છે તે સરકારી નાણાનો દુરઉપયોગ અને ભ્રષ્ટાચાર થતો હોય આ અંગે તપાસ કરાવવા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ કમિટીનાં પ3મુખ કમલેશ કોટેચાએ સરકારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકઠો કરી ડંપીંગ સ્ટેશન પર ઠલવવા માટે ટેન્ડર આપેલ છે. આ કચરો ઉપાડવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા લાખો રુપિયોનો ખર્ચ કરવામાં આવે છે.

સુરેન્દ્રનગર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા 2014માં 39 લાખ રુપિયાનું સુરેન્દ્રનગર શહેરમાં જ્યાં જ્યાં પેટીઓમાં કચરો એકત્રિત થયો હોય તેને ઉપાડવા માટે હાઈડ્રોલીક પ્રેસરથી વાહન ફાળવ્યું હતું. પરંતુ સુરેન્દ્રનગર નગરપાલિકાએ તે વાહન એકપણ વખત ઉપયોગમાં લીધા વગર પોતાના માલિકીના ગેરેજમાં મુકી રાખ્યું છે જો તે વાહન વાપરવામાં આવ્યું હોય તો માત્ર ડ્રાઈવર-ડીઝલ અને સામાન્ય મેન્ટેનશનો ખર્ચ કરવાથી સુરેન્દ્રનગરમાંથી કચરો ઉપાડી ડંપીંગ સ્ટેશન પર ઠાલવી શકાયો હોત.

પરંતુ નગરપાલિકાએ આ 39 લાખ રુપિયાના વાહનને એકપણ વખત ઉપયોગ કર્યા વગર ગેરેજમાં મુકી રાખી તેના બદલે તે કચરો ઉપાડવા માટે અલગ ટેન્ડર પાડી નગરપાલિકાના અને લોકોના ટેક્ષના લાખો રુપિયાનો દુરઉપયોગ કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે.

અમારા દ્વારા 5 માર્ચના રોજ આ વાહનને સુરેન્દ્રનગર નગરપાલિકાના ગેરેજમાં મુકી રાખ્યું છે તે સોશ્યલ મીડિયામાં ઉજાગર કરતાં નગરપાલિકાએ તે વાહનચાલુ કરવાના બદલે શહેરી વિસ્તારમાં જ્યાં જ્યાં કચરા પેટીઓ પડી હતી તેને ઉપાડીને કૃષ્ણનગર પાસે આવેલી પાણીની ટાંકી પાસે ખડકી દીધી છે.

આ બાબત ખુબ જ ગંભીર હોય સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જે કચરો ઉપાડવા માટે લાખો રુપિયાનો ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે તે અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાનું આર્થિક હિત સાચવવા કરેલ છે તેવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે.


Loading...
Advertisement