સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

07 August 2020 02:23 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ચોટીલામાં બે કલાકમાં અઢી ઇંચ : ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 7
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈ કાલે સાર્વત્રીક વરસાદ નોંધાવા પામ્યો છે ત્યારે ગઇકાલે મોડી સાંજે અચાનક ભારે પવન સાથે જિલ્લાના મોટા ભાગ ના તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા દશાડા ધાગધ્રા લીમડીઅને વઢવાણ થાન પંથકમાં વરસાદ નોંધાવા પામ્યો હતો ત્યારે ગાજવીજ સાથે વરસાદના પગલે જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ત્યારે ખાસ કરીને જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાવા પામ્યો છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માં વઢવાણ માં અને લીમડી અનેક તાલુકાઓ માં 10 મિમી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ પણ સાડા ત્રણ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ફક્ત બે જ કલાકમાં નોંધાયો હતો.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી વધુ વરસાદ ગઈકાલનો ચોટીલા માં નોંધાવા પામ્યો છે..

જ્યારે બીજી તરફ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર માં ફક્ત મિમી વરસાદ નોંધાવા પામ્યો છે. જિલ્લામાં ગઈકાલે મોડી સાંજે ભારે પવન સાથે અને ગાજવીજ સાથે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે એક પ્રકારે વરસાદના પગલે ખેડૂતો માં ખુશીનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા માં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો હતો જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માં બે દિવસ થી સારા વરસાદ ના પગલે અને વધુ વરસાદ વરસતા ચોટીલા માં આવેલા નદી-નાળાઓ માં નવા નીરની આવક થી છલકાઈ ગયા હતા ત્યારે બીજી તરફ અનેક રોડ રસ્તા પણ પામી માં ગરકાવ બન્યા હતા. વરસાદ વરસતા ત્રિવેણી ઠાંગા ડેમમાં નવા નીરની આવક થવા પામી હતી અને ઓવરફ્લો બનવા પામ્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આજુબાજુના વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી હતી

સૌથી વધુ લીંબડીમાં એક ઇંચ કરતાં વધ
ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી જ સારો એવો વરસાદ વરસવા પામ્યો છે ત્યારે ખાસ કરી જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ ધીમી ગતિએ નોંધાવા પામ્યો છે જેમાં વઢવાણ ચુડા ચોટીલા લીમડી અને અનેક વિસ્તારોમાં દસ મિમી કરતાં પણ વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. ત્યારે લીંબડીમાં ગઈકાલે સાંજે વરસવા પામેલ વરસાદના પગલે એક ઇંચ કરતા પણ વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

જ્યારે તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ 16 મીની થાનગઢ આઠ મીમી સાયલા 15 મિ.મી મુળી 13 મિમી લીમડી 34 મિ.મી ચોટીલા 12 મિમી ધગધરા 12 મિમી ચુડા 10 મિમી વરસાદ નોંધવા પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ

ગામ વરસાદી આંકડાઓ મિમીમાં
ચોટીલા 12
દશાડા 02
લખતર 00
મુળી 13
થાનગઢ 08
ચુડા 10
ધાંગધ્રા 12
લીમડી 34
સાયલા 15
વઢવાણ 16


Loading...
Advertisement