પોલીસ મથકના લોકઅપમાં મારામારીના આરોપીને ગભરામણ થતા સારવાર હેઠળ

07 August 2020 01:17 PM
Rajkot
  • પોલીસ મથકના લોકઅપમાં મારામારીના આરોપીને ગભરામણ થતા સારવાર હેઠળ

ગઇકાલે સાંજે 4 કલાકે આરોપી જીતુ ઘનાને છાતીમાં દુ:ખાવો ઉપડતા વડીયા પોલીસ સ્ટાફે પ્રથમ વડીયા બાદ જેતપુર અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડયો હતો

રાજકોટ તા.7
અમરેલીના વડીયા પોલીસ મથકમાં લોકઅપમાં રહેલા એક આરોપીને ગભરામણ થતા તુરંત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વડીયા પોલીસે આરોપીને મારામારીના ગુનામાં પકડયો હતો.

આ અંગે મળતી વિગત મુજબ વડીયા પોલીસે મારામારીની ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્રણેયને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા. ત્યારે ગઇકાલે તા. 6 ના રોજ સાંજે ચારેક વાગ્યે ત્રણમાંથી એક આરોપી જીતુભાઇ ઘનાભાઇ મડીયા (ઉ.વ. 45 રહે. દેવળકી તા. વડીયા) ને અચાનક જ ગભરામણ થવા લાગ્યુ હતું

અને છાતીમાં અસહ્ય દુ:ખાવાની ફરિયાદ કરતા પોલીસે મથકે ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ સી.બી. ટીલાવત સહિતનો સ્ટાફ આરોપીને સારવાર અર્થે વડીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયો હતો. જયાંથી તેને વધુ સારવાર માટે જેતપુરની હોસ્પિટલમાં રીફર કર્યો હતો.

આરોપીની તબિયત વધુ બગડતી હોવાનું જણાતા તુરંત તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવા તબીબોએ સલાહ આપી હતી. જેથી પોલીસ સ્ટાફ આરોપીને લઇ રાજકોટ સિવિલ ખાતે આવ્યો હતો. જયાં તેને વધુ સારવાર આપવામાં આવી હતી.સ વડીયા પોલીસ સ્ટાફની સતર્કતાથી સમયસર સારવાર મળતા આરોપીનો જીવ બચી ગયો હતો.


Related News

Loading...
Advertisement