રાજકોટમાં વધુ 10 કોરોના દર્દીના મોત : સૌરાષ્ટ્રમાં સતત વધતો મૃત્યુઆંક

07 August 2020 01:06 PM
Bhavnagar Rajkot Saurashtra
  • રાજકોટમાં વધુ 10 કોરોના દર્દીના મોત : સૌરાષ્ટ્રમાં સતત વધતો મૃત્યુઆંક

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 90 કેસ : ભાવનગર અને જૂનાગઢમાં 44-44, અમરેલીમાં 20 નવા દર્દી : મોરબીમાં નવા 19 કેસ અને બે મોત : ગોંડલમાં વધુ 11 કેસથી ભય

રાજકોટ તા.7
સૌરાષ્ટ્રમાં ગઇકાલે ગુરૂવારે પણ કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરના 71 સહિત 90 કેસ સાથે જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે. સૌરાષ્ટ્રમાં 18 જેટલા દર્દીના મોત પણ નોંધાયા છે. તો રાજકોટ શહેરના છ સહિત વધુ 9 લોકોના રાજકોટમાં મોત થયા છે.
ભાવનગર જિલ્લામાં 44, જામનગર 33, જૂનાગઢ 44, અમરેલી 20, મોરબી 19, બોટાદ 5, ગીર સોમનાથ 16, પોરબંદર 2, દ્વારકા 3, સુરેન્દ્રનગર જિલ્લામાં 18 નવા કેસ નોંધાયા હતાં. રાજકોટ શહેરમાં કુલ દર્દીઓનો આંકડો 1570 થયો છે. જેમાંથી 729 સારવાર હેઠળ છે.

મોરબી જિલ્લો
મોરબીમાં ગઈકાલે કોરોનાના નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી જીલ્લામાં કુલ કેસની સંખ્યા 437 થાય છે અને ગઈકાલના દિવસમાં વધુ બે કોરોના પોઝીટીવ દર્દીના મોત થયા છે જેથી આજની તારીખે જીલ્લામાં કુલ 34 મોત નોંધાયા છે.

મોરબી જિલ્લામાં કોરોના ના કેસ ની સંખ્યા અને દર્દીઓ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે ગઈ કાલે વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર રહેતા 61 વર્ષના વૃદ્ધ કે જેમને 1 ઓગસ્ટના રોજ પૂર્ણ પોઝિટિવ આવ્યો હતો તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આવી જ રીતે શહેરના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા 72 વર્ષના વૃદ્ધ કે જેમને 4 ઓગસ્ટના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો તેનુ પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે

આ ઉપરાંત ગઈ કાલે જિલ્લામાં કોરોનાના વધુ 19 કેસ નોંધાયેલા છે. તેમાં વજેપર શેરી નંબર 10 માં 65 વર્ષના મહિલા, રવાપર રોડ શિવમ પેલેસમાં 54 વર્ષના મહિલા, વિવેકાનંદ સોસાયટી સનાલા રોડ 28 વર્ષની મહિલા, ત્રાજપરમાં 54 વર્ષની મહિલા, ત્રાજપરમાં 31 વર્ષનો યુવાન, નાની વાવડી ગામે 63 વર્ષના વૃદ્ધ, વજેપર શેરી નંબર 16 માં 54 વર્ષના મહિલા, વાવડી રોડ ઉપર મિલન પાર્કમાં 39 વર્ષનો યુવાન, હરીજનવાસમાં 70 વર્ષના વૃધ્ધ, જેતપર ગામે રામ મંદિર પાસે 38 વર્ષનો યુવાન, નેસડા ખાનપર ગામે 48 વર્ષનો યુવાન, નાની બજારમાં મુલ્લા શેરીની અંદર 67 વર્ષના વૃદ્ધ, હળવદના શક્તિનગર માં 20 વર્ષની યુવતી, વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં 42 વર્ષનો યુવાન, વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં 34 વર્ષનો યુવાન, નવલખી રોડ ઉપર આવેલ હર્ષ વાટિકામાં 33 વર્ષનો યુવાન, ઋષભનગર સોસાયટી શેરી નંબર-2 માં કુલ મળીને ત્રણ કોરોના પોઝિટિવ આવેલા છે જેમાં 55 વર્ષના આધેડ, 52 વર્ષની મહિલા અને 26 વર્ષની યુવતીનો સમાવેશ થાય છે.

ગોંડલ
ગોંડલમાં રમેશભાઈ મોહનભાઈ દુશરા (ઉ.વ.62 રોયલ પાર્ક-1, એસઆરપી કેમ્પ સામે, બાબુભાઈ રાજાભાઈ વેકરિયા (ઉ.વ.58 નારાયણનગર, પરેશભાઈ યશવંતરાય ભટ્ટ ઉ.વ.49 સ્ટેશન પ્લોટ, અંજલીબેન સાગરભાઈ ગેલાણી (ઉ.વ.24 ચોકસીનગર, યશવંતભાઈ ચુનીલાલ છાટબાર (ઉ.વ.65 - સ્ટેશન પ્લોટ-10, ગોંડલ, વિમલભાઈ વલ્લભભાઈ રાઘનપુરા (ઉ.વ.35 - સ્ટેશન પ્લોટ - 5, મંજુબેન મુકેશભાઈ ધાંધલ (ઉ.વ.45 રહે. વાસાવડ, પ્રીતિબા સહદેવસિંહ જાડેજા (ઉ.વ.45 - રહે. રિબ, રસીદભાઈ ઇસ્માલભાઈ સુમરા (ઉ.વ.50 - દેવપરા ખાટપા શેરી, દામજીભાઈ મુળજીભાઈ (ઉ.વ.71 - પશુ દવાખાના પાસે, મુનવરભાઈ બુખારી (ઉ.વ.63 - રહે.વાસાવડ ના કેસ પોઝીટીવ નોંધાયા હતા જ્યારે કોરોના ના કારણે જમકુબેન ગોગનભાઈ પારખિયા ઉ.વ.64 - રહે માંડણકુંડલા વાળા નું મોત નીપજ્યું હતું.

વેરાવળ
ગીર સોમનાથ જીલ્લામાં ગઇ કાલે ફરી કોરોના પોઝીટીવનો આંક 16 આવેલ છે જેમાં 9 જીલ્લાના મુખ્ય મથક વેરાવળના છે અને કોડીનારના એક દર્દીનું મૃત્યુ નીપજેલ છે. ગઇ કાલે 25 દર્દીઓ સ્વુસ્થે થતા રજા આપવામાં આવેલ છે.

ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી 16 જેટલા પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળમાં - 9, કોડીનાર - 1, ઉના - 4, ગીરગઢડા - 1 અને અન્ય જીલ્લાના 1 મળી કુલ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવેલ છે જયારે સારવાર હેઠળના દર્દીઓ પૈકી રપ સ્વાસ્થ થતા ડીસ્ચા ર્જ આપવામાં આવેલ છે જેમાં વેરાવળના 18, કોડીનારના 1, ઉનાના 1, ગીરગઢડના 1 અને તાલાલાના 4 નો સમાવેશ થાય છે.

વેરાવળ ખાતે ગઇ કાલે 9 કોરોના પોઝીટીવ આવેલ છે જેમાં શિક્ષક કોલોની, જલારામ સોસાયટી, ટેલીફોન એક્ષ્ચેન્જ પાસે, બાયપાસ રોડ, કીરમાની રોડ, ગીતા નગર-2, ભાલકા કોલોની વિસ્તારમાં પોઝીટીવ કેસ આવેલ છે.

ભાવનગર જિલ્લો
ભાવનગર જિલ્લામા 44 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1,712 થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા 16 પુરૂષ અને 7 સ્ત્રી મળી કુલ 23 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા અધેવાડા ગામ ખાતે 3, ભુતેશ્વર ગામ ખાતે 1, નવાગામ (ચિરોડા) ગામ ખાતે 1, ગારીયાધાર ખાતે 2, પાલીતાણા ખાતે 4, સિહોર ખાતે 3, ઉમરાળા તાલુકાના ઘોળા ગામ ખાતે 3, ટીંબી ગામ ખાતે 2, દડવા ગામ ખાતે 1 તથા વલ્લભીપુર ખાતે 1 કેસ મળી કુલ 21 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા 1,712 કેસ પૈકી હાલ 443 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 1,232 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 30 દર્દીઓનુ અવસાન થયેલ છે.

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઇરસ આંક દિવસે દિવસે વધી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવના વધુ 44 કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરના 26 અને અન્ય તાલુકાના મળી 18 મળી કુલ 44 વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ કુલ આંક 1058 પર પહોંચ્યો છે. હાલ 183 દર્દીઓ સારવાર હેઠળ છે વધુ ત્રણ મૃત્યુ નોંધાયા છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં ગઈકાલે વધુ 20 કેસ બહાર આવતા જિલ્લામાં કુલ કોરોના કેસનો આંક 563 સુધી પહોંચી ગયો છે. અમરેલીમાં નાગનાથ મંદિર પાછળ 20 વર્ષીય યુવતી, 2 વર્ષની બાળકી, 31 વર્ષીય પુરૂષ, ચિતલના 41 વર્ષીય મહિલા, લાઠીની આલમગીરીના હોટેલના 43 વર્ષીય અને 22 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના 45 વર્ષીય પુરૂષ, 33 વર્ષીય પુરૂષ, ખાંભાના 65 વર્ષીય પુરૂષ, બાબરાના 20 વર્ષીય યુવક, વડીયાના 64 વર્ષીય પુરૂષ, વડીયાના 37 વર્ષીય પુરૂષ, 10 વર્ષીય બાળક, ખાંભાના 50 વર્ષીય પુરૂષ, 40 વર્ષીય પુરૂષ, શેડુભારના 65 વર્ષીય પુરૂષ, રાજુલાના 51 વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના 49 વર્ષીય પુરૂષ, હિંડોરણાના 55 વર્ષીય મહિલા અને ધારીના પર વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

બોટાદ
બોટાદમાં ગઇકાલે કોરોના 19 ના 115 સેમ્પલ લેવાયા હતા. જેમાં 114 દર્દી નેગેટીવ પાંચ દર્દીઓ પોઝીટીવ, રજા આપવામાં આવેલ દર્દીઓની સંખ્યા 221 તથા એકટીવ દર્દીની સંખ્યા 78ની છે.

૨ાજકોટમાં કો૨ોનાથી મોતનો સિલસિલો યથાવત : વધુ 6ના મોત

૨ાજકોટ સિવિલ હોસ્પિટલમાં 4 અને ગ્રામ્યના 2
(1) જયાબેન નાનજીભાઈ પ૨મા૨ (ઉ.વ.55), સુભાષનગ૨, ૨ાજકોટ
(2) માલુબેન પ્રભુભાઈ (ઉ.વ.56), સત્યમપાર્ક, ૨ાજકોટ
(3) સતા૨ભાઈ ઇસ્માઈલભાઈ બેલીમ (ઉ.વ.70), જેતલસ૨ જંકશન
(4) હાજીભાઈ ઈસ્માઈલભાઈ પ૨મા૨ (ઉ.વ.70), ભવાની ચોક, અંકુ૨ સોસાયટી, જંગલેશ્વ૨, ૨ાજકોટ (ખાનગી : જયનાથ)
(5) ૨ામભાઈ ૨ાઘવજીભાઈ કાકડીયા (ઉ.વ.81), ૨ણછોડનગ૨-13, ૨ાજકોટ (૨ીપોર્ટ બાકી)
(6) ગોમતીબેન પ૨સોતમભાઈ જાદવ (ઉ.વ.50), ના૨ીચાણા ગામ, ધ્રાંગધ્રા
(7) મનીષભાઈ સવાણી (ઉ.વ.40), ૨ણછોડનગ૨-15, ૨ાજકોટ
(8) હિતેષભાઈ પ્રભાશંક૨ ઉપાધ્યાય (ઉ.વ.47), લક્ષ્મીવાડી મેઈન ૨ોડ, ૨ાજકોટ
(9) દુધીબેન દેવશીભાઈ ગજે૨ા (ઉ.વ.75), જામકંડો૨ણા


Related News

Loading...
Advertisement